શિક્ષક દિવસ વિશે ગુજરાતી નિબંધ : ભારતમાં 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવાય છે. આ દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનનો જન્મ થયો હતો વર્ષ 1962
શિક્ષક દિવસ વિશે ગુજરાતી નિબંધ - Essay on Teachers Day in Gujarati Language
શિક્ષક દિવસ વિશે ગુજરાતી નિબંધ
શિક્ષક દિવસ વિશે ગુજરાતી નિબંધ : ભારતમાં 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવાય છે. આ દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનનો જન્મ થયો હતો વર્ષ 1962થી ભારતમાં ટીચર્સ ડે ઉજવાઈ રહ્યો છે. દરેક વ્યક્તિના જીવનમાં તેના શિક્ષકનુ સૌથી મહત્વપૂર્ણ સ્થાન હોય છે. એટલુ મહત્વપૂર્ણ કે તેને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે.
સર્વપલ્લી રાધાકૃષ્ણનન ભારતીય સંસ્કૃતિના સંવાહક, પ્રખ્યાત અને મહાન દાર્શનિક હતા. રાજનીતિમાં આવવાથી પહેલા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનન એક સમ્માનિક અકાદમિક હતા. તે ઘણા કોલેજોમાં પ્રોફેસર હતા.
તે ઑકસફર્ડ વિશ્વવિદ્યાલયમાં 1936 થી 1952 સુધી પ્રાધ્યાપક રહ્યા. કોલકત્તા વિશ્વવિદ્યાલયના સમય દરમિયાન જાર્જ પંચમ કૉલેજના પ્રોફેસરના રૂપમાં 1937 થી 1941 સુધી કાર્ય કર્યું. 1946માં યુનેસ્કોમાં ભારતીય પ્રતિનિધિના રૂપમાં તેમની ઉપસ્થિતિ દાખલ કરાવી.
આ દિવસે શિક્ષક દિવસ ઉજવવાની વાત આ છે કે ભારતના રાષ્ટ્રપતિ થયા પછી તેમના કેટલાક મિત્રો અને શિષ્યો તેમનો જનમદિવસ ઉજવવાની પરવાનગી આપવા કહ્યુ . જેના પર તેમણે કી કે મારા જનમદિવસનો પ્રસંગ ઉજવવાની જગ્યા 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસના રૂપમાં ઉજવવા તો મને ગર્વ અનુભવશે. ત્યારેથી તેમના જનમદિવસને ભારતમાં શિક્ષક દિવસ ઉજવવા લાગ્યું.
શિક્ષક દિવસના દિવસે શાળા કોલેજોમાં વિશેષ કાર્યક્રમ આયોજીત થાય છે. જેમા સ્ટુડેટ્સ ટીચર્સ પર સ્પીચ આપે છે. આ દિવસ શિક્ષકો પ્રત્યે પ્રેમ અને સન્માન પ્રગટ કરવાનો દિવસ હોય છે. એક કુંભાર જેવી રીતે માટીના વાસણને દિશા આપે છે એમ જ ટીચર્સ આપણા જીવનને બનાવે છે.
શિક્ષક આપણા સમાજનુ નિર્માણ કરે છે. બીજી બાજુ તે આપણા માર્ગદર્શક હોય છે. શિક્ષકનુ સ્થાન માતા પિતાથી પણ ઉંચુ હોય છે. માતા પિતા બાળકોને જન્મ જરૂર આપે છે પણ શિક્ષક તેમના ચરિત્રને આકાર આપીને ઉજ્જવલ ભવિષ્યનો પાયો તૈયાર કરે છે. તેથી આપણે ભલે કેટલા પણ મોટા કેમ ન થઈ જઈએ આપણે આપણા શિક્ષકોને ક્યારેય ન ભુલવુ જોઈએ.
Related Essays :
COMMENTS