Essay on Visit to Zoo in Gujarati Language : In this article " પ્રાણી સંગ્રહાલયની સહેલ નિબંધ ગુજરાતી ", " Prani Sangrahalay n...
Essay on Visit to Zoo in Gujarati Language: In this article "પ્રાણી સંગ્રહાલયની સહેલ નિબંધ ગુજરાતી", "Prani Sangrahalay ni Sahel Nibandh Gujarati Ma"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Visit to Zoo", "પ્રાણી સંગ્રહાલયની સહેલ નિબંધ ગુજરાતી" for Students
પ્રસ્તાવના: પ્રાણી સંગ્રહાલય એક મોટો પાર્ક હોય છે. અહીંયા જંગલી જાનવરો તેમજ પક્ષીઓને પ્રદર્શન માટે રાખવામાં આવે છે. આ એક અદ્ભુત સ્થાન છે. આપણને અહીંયા ઘણાં બધા વિલક્ષણ પક્ષીઓ અને જંગલી જાનવર જોવા મળે છે.
અમદાવાદનું પ્રાણી સંગ્રહાલયઃ પાછલી રજાઓમાં અમે અમદાવાદનું પ્રાણી સંગ્રહાલય જોવાની યોજના બનાવી. મારા બે મિત્ર પણ મારી સાથે અમદાવાદ ગયા. અમે લગભગ દસ વાગ્યે પ્રાણી સંગ્રહાલયપ હોંચ્યા. આ અમદાવાદમાં કાંકરિયા વિસ્તારમાં સ્થિત છે. આ ખૂબ જ વિસ્તૃત ભૂભાગમાં ફેલાયેલું છે. એમાં અસંખ્ય જીવ, પક્ષીઓ, માછળીઓ, પાણીના પક્ષી અને રેંગવાવાળા જીવ છે.
વન્ય પ્રાણી: અમે ટિકિટ ખરીદી અને પ્રાણી સંગ્રહાલયમાં પ્રવેશ કર્યો. અમે અભુત જાનવરો અને પક્ષીઓને જોવા માટે ખૂબ જ ઉત્સુક હતા. સૌથી પહેલાં અમે સિંહ, ચીત્તા અને વાઘના પાંજરાઓની તરફ ગયા. એની વચ્ચે જ સિંહે ગર્જના કરી. એની ગર્જના સાંભળીને અમે ડરી ગયા. કદાચ તે ભૂખ્યો હતો. અમે લક્કડખોદ, વરૂ, રીંછ અને અન્ય વિલક્ષણ જંગલી જાનવર જોયા. એના પછી અમે તળાવમાં એક ગેંડો જોયો. એના શરીર પર કીચડ લાગેલું હતું. અમે હરણો જોયા, જેમાં કેટલાંક સફેદ રંગના પણ હતા. તેઓ ખુબ જ સુંદર લાગી રહ્યા હતાં. હરણો કેવા અદ્ભુત લાગી રહ્યા હતા.
વાનર, પક્ષીઓ, માછલીઓ અને રેંગવાવાળા જીવ: એના પછી અમે વાનરોના ઘરની તરફ ગયા. ત્યાં પર વિભિન્ન પ્રકાર અને રંગોના વાનર હતા. એમની ઉછળકૂદને જોઈને બધા લોકો હસી રહ્યા હતા. એમાંથી કેટલાક અમારી તરફ હોં બનાવી રહ્યા હતા. એમને જોઈને અમને ખૂબ આનંદ આવ્યો. અમે એક વનમાનુષ જોયો. એની હરકતોએ અમને ખૂબ પ્રસન્ન કર્યા. અમે કેટલાંક અદ્ભુત પક્ષીઓને જોયા. પછી અમે તળાવની તરફ ગયા. ત્યાં અમે પાણીના અનેક પક્ષીઓ અને માછલીઓને જોઈ. અંતમાં અમે રંગવાવાળા જીવ - સર્પ, કાળા નાગ અને અન્ય પ્રકારના નાગ જોયા. તેઓ કાચના ઘરમાં હતા. તેઓ ખૂબ ભયાનક લાગી રહ્યા હતા. હવે ભોજનનો સમય થઈ ગયો હતો. આથી અમે પ્રાણી સંગ્રહાલયથી બહાર આવી ગયા. પ્રાણી સંગ્રહાલયને જોવું ખૂબ જ આનંદદાયક રહ્યું.
COMMENTS