Essay on Visit to Fair in Gujarati : In this article " મેળાની મુલાકાત વિશે નિબંધ ગુજરાતી ", " મેળાનું વર્ણન વિશે નિબંધ ગુજરાત...
Essay on Visit to Fair in Gujarati: In this article "મેળાની મુલાકાત વિશે નિબંધ ગુજરાતી", "મેળાનું વર્ણન વિશે નિબંધ ગુજરાતી", "Mela vishe nibandh gujarati ma"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Visit to Fair", "મેળાની મુલાકાત વિશે નિબંધ ગુજરાતી" for Students
પ્રસ્તાવના: આપણા દેશમાં મેળાઓનું વિશેષ મહત્ત્વ છે. મેળાઓ દ્વારા લોકો પોતાના મનમાં પ્રસન્નતાનો અનુભવ કરે છે. દેશના અન્ય ભાગોની જેમ ગુજરાતમાં પણ અનેક પ્રકારના મેળા લાગે છે. જેમ કે -ભવનાથ મહાદેવ મેળો, ડાંગ દરબાર મેળો, ત્રિનેત્રેશ્વર (તરણેતર)મેળો, વૌઠાનો મેળો વગેરે. એમાં ત્રિનેત્રેશ્વરનો “વૌઠાનો મેળો' ગુજરાતનો પ્રસિદ્ધ મેળો છે.
સમય, સ્થાન તેમજ પ્રબંધ: આ મેળો કાર્તિક માસની પૂર્ણિમા (નવેમ્બર મહીનો)ના દિવસે લાગે છે. આ મેળો દર વર્ષે વૌઠા જ્યાં બે નદીઓ સાબરમતી અને વાત્રકનો સંગમ થાય છે. કહેવાય છે કે, આ દિવસે ભગવાન શિવજીના પુત્ર કાર્તિકેય અહીં પધારે છે. તેમજ આ મેળાને સાત નદીઓનો સંગમ એટલે કે સતસંગમ પણ કહેવાય છે. આ મેળો વૌઠામાં શિવજીના મંદિર સિદ્ધનાથના પવિત્ર સ્થળ પર થાય છે.
આ મેળાનો પ્રબંધ જિલ્લા પરિષદ દ્વારા કે સરકાર દ્વારા કરવામાં આવે છે. મેળામાં પોલિસના જવાનો વ્યવસ્થા સંભાળે છે. આખા મેળાને અનેક ભાગોમાં વહેંચી દેવામાં આવે છે, જેનાથી પ્રબંધમાં કોઈ પરેશાની નથી થતી.
મેળાનું દશ્ય: અમે લોકો નદીમાં સ્નાન કરવા તથા મેળાનો આનંદ લેવા માટે ત્યાં ગયા. ત્યાં ગાડીઓની લાંબી કતારો લાગેલી હતી. યાત્રિઓને રોકાવા માટે ત્યાં તંબૂલાગેલા હતા. રસ્તાઓની બંને તરફ દુકાનો લાગેલી હતી. રસ્તાઓ પર પગપાળા ચાલવાવાળાઓની ભારે ભીડ હતી, જેનાથી ચાલવાનું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું.
મેળામાં પહોંચીને સૌ પહેલાં અમે બે નદીઓના સંગમ પર સ્નાન કર્યું. નદીઓનું દશ્ય ખૂબ જ સુંદર હતું. કોઈ નદીમાં સ્નાન કરી રહ્યા હતા, તો કોઈ ફૂલ ચઢાવી રહ્યા હતા. કોઈ દીપક પ્રગટાવીને પ્રવાહિત કરી રહ્યા હતા, ક્યાંક પર કથા થઈ રહી હતી.
મેળામાં બજાર પણ ખૂબ લાંબું-પહોળું લાગેલું હતું. મિઠાઈઓ, ચા વાળાઓની દુકાનો વધારે સંખ્યામાં હતી. મેળામાં અનેક નીત-નવી વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું હતું. આ મેળાની વિશેષતા એ જોવા મળી કે અહીંયા આ મેળામાં ગધેડાઓની લે-વેચ થાય છે. લગભગ ૪૦૦૦ ગધેડા દર વર્ષે અહીં વેચાણ માટે રાખવામાં આવે છે. અહીં કેટલાય ખેડૂતો આ મેળામાં ભાગ લે છે. રેડિયો, લાઉડ સ્પીકરની ધ્વનિ મેળાની રોનક વધારી રહી હતી. બધી તરફ ખુશી નજરે આવી રહી હતી.
ઉપસંહાર: વૌઠાનો મેળો એક ધાર્મિક મેળાની સાથે-સાથે ગધેડાના વેચાણ માટે પ્રસિદ્ધ છે. અહીં બે નદીઓનું સંગમ થાય છે, પાણી ઠંડું હોવા છથાં પણ શ્રદ્ધાળુ લોકો આ જળમાં સ્નાન કરે છે. સ્નાન કરવું પુણ્ય કાર્ય સમજવામાં આવે છે. એનાથી લોકોમાં પ્રેમ અને એકતા-ભાવ ઉત્પન્ન થાય છે. આ મેળો આપણી પ્રાચીન સભ્યતાની યાદ અપાવે છે. આ પ્રકારે વૌઠાના મેળાનું પોતાનું વિશેષ મહત્ત્વ છે.
COMMENTS