Essay on Spring Season in Gujarati : In this article " વસંત નો વૈભવ નિબંધ ગુજરાતી ", " વસંત ઋતુ વિશે ગુજરાતી નિબંધ ", ...
Essay on Spring Season in Gujarati: In this article "વસંત નો વૈભવ નિબંધ ગુજરાતી", "વસંત ઋતુ વિશે ગુજરાતી નિબંધ", "Vasant Ritu Nibandh Gujarati Ma" for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Spring Season", "વસંત નો વૈભવ નિબંધ" for Students
પ્રસ્તાવના: પ્રકૃતિએ પોતાની પૂરી શક્તિથી ભારત માતાના રૂપને સંવાયું અને સજાવ્યું છે. વસંત ઋતુપ્રકૃતિના સૌંદર્યની ઋતુ છે. આ ઋતુ સૌથી સોહામણી અને બધાની પ્રિય ઋતુ છે.
આવવાનો સમય: આપણા દેશમાં ફાગણ મહીનાની સાથે વસંતનું આગમન થાય છે. વાતાવરણમાં ઠંડી ઓછી થઈ જાય છે. આ દિવસોમાં ના ગરમી વધારે હોય છે અને ના વધારે ઠંડી હોય છે. વૃક્ષો પર કોયલના મધુર સ્વર સંભળાવવા લાગે છે.
ઋતુનું દશ્ય: વસંતની બહાર બધાનું મન હરી લે છે. લોકો ઘરોથી નિકળી પડે છે. વસંત ઋતુમાં ખેતરોમાં બસંતી રગના સરસોના ફૂલ તથા આસમાની રંગના અલસીના ફૂલ પોતાનું સોહામણું દશ્ય પ્રગટ કરે છે.
વસંતના પર્વ પર બહુધા નગર-નગર, ગામ-ગામમાં મેળા લાગે છે. કબડી, હોકી, કુટબૉલ અને કુશ્તી વગેરે ખેલોની પ્રતિસ્પર્ધાઓ થાય છે. બાળકો, વૃદ્ધો અને સ્ત્રીઓ પીળા કપડાં પહેરે છે. ઘરોમાં પીળો હલવો તથા પીળા ભાત બને છે. બાળકો પીળા રંગના કાગળની પતંગો ઉડાડે છે. વસંત ઋતુમાં ચારે તરફ ખુશહાલી અને ઉત્સાહની લહેર છવાઈ જાય છે.
ઋતુનું મહત્ત્વ: આપણાં દેશમાં છ પ્રકારની ઋતુઓ હોય છે – ૧. વસંત, ૨. ગ્રીષ્મ (ઉનાળો), ૩. વર્ષા (ચોમાસું), ૪. શરદ, ૫. હેમંત અને ૬. શિશિર (શિયાળો). પ્રત્યેક ઋતુ પોતાનું અલગ-અલગ મહત્ત્વ રાખે છે, પરંતુ વસંત ઋતુને ઋતુરાજકહે છે. આ ઋતુનું ઐતિહાસિક મહત્ત્વ પણ છે. વસંત ઋતુ પર જવીર હકીકતરાયે ધર્માધિકાજીઓને મરાવડાવી નાખ્યા હતા. ત્યારથી જ હિન્દુ બલિદાની વીર હકીકતરાયની યાદમાં આ તહેવાર ખૂબ ધૂમધામથી મનાવવામાં આવે છે. આ તહેવારવસંત પંચમીના નામે પ્રસિદ્ધ છે.
ઉપસંહાર: આ તહેવાર ખુશી, પ્રસન્નતા અને બલિદાન તેમજ ત્યાગનો પ્રતીક છે. આ તહેવાર આપણા જીવનમાં નવજીવનનો સંચાર કરી દે છે.
COMMENTS