Essay on Road Accidents in Gujarati : In this article " માર્ગ અકસ્માત નિબંધ ગુજરાતી ", " Marg akasmat vishe Nibandh Gujarati ...
Essay on Road Accidents in Gujarati: In this article "માર્ગ અકસ્માત નિબંધ ગુજરાતી", "Marg akasmat vishe Nibandh Gujarati Ma" for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Road Accidents", "માર્ગ અકસ્માત નિબંધ" for Students
ઘટનાનું વર્ણન: એક દિવસ હું પોતાના મિત્રની સાથે એની મોટર સાઈકલ પર બેસીને જઈ રહ્યો હતો. અમારાથી આગળ એક જીપ હતી. એમાં આઠ કે દસ સવારીઓ બેઠી હતી. ગાડી પોતાની સામાન્ય ગતિથી થોડી વધારે ગતિથી ચાલી રહી હતી. સામેથી સામાન ભરેલી એક ટ્રક તેજ ગતિથી ચાલી આવી રહી હતી. બંને જ ચાલક પોતાના વાહનોને કાચા રસ્તા પર ઉતારવા ઇચ્છતા ન હતા. એવી સ્થિતિમાં એ જ થયું, જેની આશંકા હતી. બંને વાહન રસ્તાની વચ્ચે આમને-સામને ભીડાઈ ગયા. પૂરો પ્રયાસ કરવા પર બંને ચાલક દુર્ઘટનાને ના રોકી શક્યા.
જીપની પાછળ ચાલતી મોટર સાઈકલને મારા મિત્રએ ખૂબ મુશ્કેલીથી રોકી. એણે ફુર્તીથી એને બીજી તરફ વાળી દીધી. એણે મોટર સાઇકલ રસ્તાના બીજા કિનારા પર લઈ જઈને ઊભી કરી દીધી. એની સાવધાની અને કુર્તીને કારણે અમે દુર્ઘટનાથી બચી ગયા હતા. આ દુર્ઘટનામાં જીપમાં બેઠેલા બધા લોકોને ગંભીર ઇજા થઈ હતી. બંને ચાલકો સિવાય પાંચ-છ લોકોએ દુર્ઘટનાસ્થળ પર જ પોતાનો દમ તોડી દીધો. દુર્ઘટના-સ્થળ પર અનેક લોકો એકત્રિત થઈ ચુક્યા હતા. રસ્તાની બંને તરફ યાતાયાત રોકાઈ ગયો હતો. અમે કેટલાંક લોકોની મદદથી ગાડીઓમાં ફસાયેલા લોકોને બહાર નિકાળ્યા અને એમને યાતાયાત પોલિસના સહયોગથી ચિકિત્સાલય સુધી પહોંચાડ્યા. આ દુર્ઘટનાથી કેટલાંક લોકોને જીવનભર માટે પોતાના અંગોથી હાથ ધોવા પડ્યા.
બચાવના ઉપાયઃ વાહનોનો પ્રયોગ કરવાવાળાઓને યાતાયાતના નિયમોનું પૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. એને યાતાયાતનાં નિયમોનું પાલન પૂરી રીતે કરવું જોઈએ. ગાડીઓને ચલાવવાથી પહેલાં સારી પ્રકારે એ જોઈ લેવું જોઈએ કે, એમાં કોઈ કમી તો નથી. વાહનની બધી કમીઓને દૂર કરીને જ વાહનને રસ્તા પર લાવવું જોઈએ. ચાલતા સમયે વાહનની ગતિ નિર્ધારિત સીમાની અંદર રાખવી જોઈએ.
ઉપસંહારઃ જો કોઈ દુર્ઘટના થઈ જાય, તો આપણે કોઈ મોડું કર્યા વગર દુર્ઘટનાગ્રસ્ત લોકોને પ્રાથમિક ચિકિત્સા ઉપલબ્ધ કરાવવી જોઈએ. આ માનવતાનું પ્રથમ નૈતિક કર્તવ્ય છે.
Read also:
COMMENTS