Essay on Raksha Bandhan in Gujarati : In this article " રક્ષાબંધન નો નિબંધ ગુજરાતી ", " Raksha Bandhan Nibandh Gujarati Ma &q...
Essay on Raksha Bandhan in Gujarati: In this article "રક્ષાબંધન નો નિબંધ ગુજરાતી", "Raksha Bandhan Nibandh Gujarati Ma"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Raksha Bandhan", "રક્ષાબંધન નો નિબંધ" for Students
પ્રસ્તાવના: રક્ષાબંધન ભારતનો ખૂબ જ પ્રાચીન અને મહત્ત્વપૂર્ણ તહેવાર છે. રક્ષાબંધન બે શબ્દથી મળીને બન્યો છે - રક્ષા + બંધન. તેથી રક્ષાબંધનનો અર્થ છે રક્ષા માટે કરવામાં આવેલું પ્રણ. આ દિવસે ભાઈ પોતાની બહેનની રક્ષા માટે પ્રતિજ્ઞા કરે છે. હોળી, દિવાળી, દશેરા વગેરે તહેવારોની જેમ આ તહેવારનું પણ વિશેષ મહત્ત્વ છે.
સમયઃ રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ મનાવવામાં આવે છે. આ તહેવારને શ્રાવણી, શ્રાવણી પૂનમ વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. આ વર્ષા ઋતુનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે.
મનાવવાનું કારણ: રક્ષાબંધન કેમ મનાવવામાં આવે છે? આ વિષયમાં કેટલીય પૌરાણિક કથાઓ પ્રચલિત છે. એક વાર દેવતાઓ અને રાક્ષસોમાં યુદ્ધ પ્રારંભ થઈ ગયું, જેમાં દેવતાઓની હાર થવા લાગી. આ જાણીને ઇન્દ્રને ખૂબ ચિંતા થઈ. યુદ્ધમાં વિજય મેળવવા માટે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઇન્દ્રની પત્નીએ ઇન્દ્રના હાથમાં રક્ષાનું બંધન બાંધ્યું હતું, જેનાથી દેવતાઓનો વિજય થયો અને રાક્ષસોની હાર થઈ. ત્યારથી રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે.
રક્ષાબંધનને મનાવવાના વિષયમાં બીજી એક કથા પણ પ્રચલિત છે. એક સમયે ચિત્તોડની રાણી કર્માવતી પર ગુજરાતના રાજાએ આક્રમણ કરી દીધું. કર્માવતીએ સમ્રાટ હુમાયુની પાસે રાખડી મોકલી હતી. હુમાયુએ કર્માવતીને પોતાની ધર્મની બહેન માનીને એની રક્ષા કરી. હકીકતમાં રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેનના પાવન પ્રેમને પ્રગટ કરે છે.
મનાવવાની વિધિઃ રક્ષાબંધનનો તહેવાર મનાવવા માટે કેટલાય દિવસ પહેલાંથી તૈયારીઓ શરૂ થઈ જાય છે. બજારથી સુંદર-સુંદર રાખડીઓ ખરીદવામાં આવે છે. જે ભાઈ બહાર રહે છે, એમના માટે બહેનો રાખડીઓ ટપાલ દ્વારા મોકલે છે. શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે વહેલી સવારથી જ એક નિરાળી પ્રસન્નતા છવાયેલી રહે છે. સફાઈ વગેરે પછી દીવાલો પર ચિત્ર બનાવવામાં આવે છે. આ દિવસો ઘરોમાં ખીર, સેવઇયા વગેરે બનાવવામાં આવે છે. રાખડીની પૂજા થાય છે. બહેન-ભાઈનવા-નવા વસ્ત્ર ધારણ કરે છે. બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધે છે તથા દક્ષિણામાં રૂપિયા પણ આપે છે. આ દિવસે ઘરોમાં પણ લોકો રાખડી આપવા માટે આવે છે તથા દક્ષિણા મેળવે છે. હકીકતમાં આ તહેવાર ભાઈ-બહેનના અસીમ સ્નેહનું પ્રતીક છે. આ પ્રકારે પૂરો દિવસ પ્રસન્નતાનું વાતાવરણ રહે છે.
ઉપસંહારઃ હકીકતમાં રક્ષાબંધન ભારતનો મોટો પવિત્ર તેમજ મહત્ત્વપૂર્ણ તહેવાર છે. આ તહેવારથી વ્યક્તિઓમાં સ્નેહ તેમજ કર્તવ્યપાલનની ભાવના જાગૃત્ત થાય છે. આપણે બધાએ આ તહેવારની પાવનતા તેમજ શુદ્ધતાને જાળવી રાખવી જોઈએ.
COMMENTS