Essay on Importance of Travelling in Gujarati Language : In this article " પ્રવાસ નું મહત્વ વિશે નિબંધ ગુજરાતી ", " પર્યટન દ...
Essay on Importance of Travelling in Gujarati Language: In this article "પ્રવાસ નું મહત્વ વિશે નિબંધ ગુજરાતી", "પર્યટન દેશાટન વિશે નિબંધ ગુજરાતી", "Pravas nu Mahatva Nibandh in Gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Importance of Travelling", "પ્રવાસ નું મહત્વ વિશે નિબંધ" for Students
અર્થઃ દેશાટનનો અર્ત છે- સ્થાન-સ્થાન પર ફરવું. દેશાટન બે શબ્દોથી મળીને બન્યો છે - દેશ + અટન. જેમાં દેશનો અર્થ છે સ્થાન અને અટનનો અર્થ છે ફરવું. આ પ્રકારે દેશાટનનો અર્થ એક સ્થાનથી બીજા સ્થાન સુધી જવાનો કે ફરવાનો છે. દેશાટનને ઘુમક્કડી પણ કહે છે.
પ્રાચીનકાળમાં દેશાટનના સાધનઃ ભ્રમણની આદત માનવમાં આદિકાળથી જ છે. તે પોતાના આદિરૂપમાં વન-વન ફરતો હતો અને પોતાના ભોજનની શોધ કરતો હતો. વિકાસની સાથે જ એનો ફરવાનો ઉદ્દેશ્ય પણ બદલાતો ગયો. હવે તે કશું ને કશું શીખવા તથા કશું ને કશું ગ્રહણ કરવાની ઇચ્છાથી દેશાટન કરે છે. પ્રાચીનકાળમાં માનવ પગપાળા, ઘોડાઓ પર કે રથો દ્વારા પોતાની યાત્રાઓ કર્યા કરતા હતા. ત્યારે ભ્રમણ કરવું ખૂબ મુશ્કેલ હતું. નાની-નાની યાત્રાઓ પણ કેટલાય દિવસોમાં પૂરી થઈ શકતી હતી. માર્ગમાં અનેક પ્રકારની બાધાઓ આવતી હતી. એનાથી વ્યક્તિ ભયભીત રહેતો હતો. આથી એ સમયે લોકો દેશાટન ખૂબ ઓછું કર્યા કરતા હતા. જો કરતાં પણ હતા, તો પોતાના પૂરા સમૂહની સાથે જતા હતા.
આધુનિક સાધન તેમજ સુવિધાઓઃ હવે તો આવવા-જવાના અનેક નવા સાધન વિકસિત થઈ ગયા છે. હવે મહીનાઓની યાત્રા દિવસોમાં અને દિવસોની યાત્રા કલાકોમાં નક્કી થઈ જાય છે. યાતાયાત માટે મોટર, રેલ, વિમાન વગેરે ઉપલબ્ધ છે. ભ્રમણના સમયે માર્ગમાં કોઈ પ્રકારનો ભય હવે નથી. બધી સુવિધાઓ માર્ગમાં મળી જાય છે. મનુષ્યએ હવે સમય અને પૂરી પર વિજય પ્રાપ્ત કરી લીધો છે. તે સંસારના કોઈ પણ ખૂણામાં કોઈ મુશ્કેલી વગર પહોંચી શકે છે. તેથી વર્તમાન યુગમાં દેશાટન અત્યંત સુગમ તેમજ સુરક્ષિત થઈ ગયું છે.
લાભ: દેશાટનના અનેક લાભ છે. વ્યક્તિ એક સ્થાન પર રહેતા-રહેતા કંટાળી જાય છે. જ્યારે તે ભ્રમણ માટે જાય છે, તો ત્યાં નવી-નવી વસ્તુઓ, સ્થાનો, ભવ્ય ભવનો, પર્વત, નદીઓ અને ઘાટીઓને જુએ છે. સુંદર શહેર, મનમોહક પાર્ક, પક્ષી તથા પર્વતીય દેશ્ય એના મનને આકર્ષક લાગે છે. તે એમને જોઈને પ્રસન્ન થાય છે. ત્યાં પર નવી-નવી વાતો શીખે છે. એનાથી એનું મનોરંજન પણ થાય છે. એનાથી વ્યક્તિને સ્વાથ્ય લાભ પણ થાય છે. આથી લોકો ગરમીઓમાં પર્વતીય સ્થાનોની યાત્રા કરે છે. તે જયાં-કયાં જાય છે, ત્યાંના રીતિ-રિવાજ, ભાષા, વેશભૂષાથી પરિચિત થાય છે. દેશાટનથી ભાઈચારામાં વૃદ્ધિ થાય છે. લોકો એક-બીજાના સંપર્કમાં આવે છે. એક-બીજાના આચાર-વિચાર-વ્યવહાર” તથા “રહેન-સહેન'થી પરિચિત થાય છે.
ઉપસંહાર: દેશાટન આપણા જીવન માટે ઉપયોગી તેમજ મહત્ત્વપૂર્ણ છે. એનાથી વ્યક્તિની સાથે-સાથે સમાજને પણ લાભ થાય છે. આથી પ્રત્યેક દેશમાં દેશાટનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આપણા દેશમાં પર્યટકોને સુવિધા આપવા માટે સરકારે પર્યટન વિભાગ બનાવ્યો છે. એક ઉર્દૂ શાયરે ખૂબ કહ્યું છે -
સૈર કર દુનિયા કી ગાફિલ, જિંદગાની ફિર કહાં ।
જિંદગાની ગર રહી તો, નૌજવાની ફિર કહાં ।।
COMMENTS