Essay on Importance of Exercise in Gujarati Language : In this article " વ્યાયામ નું મહત્વ વિશે નિબંધ ગુજરાતી ", " વ્યાયામ અન...
Essay on Importance of Exercise in Gujarati Language: In this article "વ્યાયામ નું મહત્વ વિશે નિબંધ ગુજરાતી", "વ્યાયામ અને સ્વાસ્થ્ય નિબંધ ગુજરાતી", "Vyayam nu Mahatva Nibandh in Gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Importance of Exercise", "વ્યાયામ નું મહત્વ વિશે નિબંધ" for Students
પ્રસ્તાવનાઃ ખેલ અને વ્યાયામ ઉત્તમ સ્વાથ્ય માટે ઉત્તમ આધાર છે. પ્રત્યેક વ્યક્તિ એ ઇચ્છે છે કે, તે અધિકથી અધિક જીવિત રહે અને સંસારના સુખોનો ઉપભોગ કરે. પરંતુ સુખોનો ઉપભોગ ત્યારે જ કરી શકાય છે, જ્યારે આપણે પૂરી રીતે સ્વસ્થ હોઈએ. આ સારા સ્વાથ્ય માટે વ્યાયામ પરમ આવશ્યક છે.
વ્યાયામનું તાત્પર્યઃ મનને આનંદિત, શરીરને શક્તિશાળી અને સ્કૂર્તિમય બનાવવા માટે આપણે જે શારીરિક ગતિ કરીએ છીએ, એને જ વ્યાયામ કહે છે. દંડ-બેઠક, યોગાસન, કૂદવું, ટહેલવું, દોડવું, રમવું વગેરે બધી એવી ક્રિયાઓ છે, જેનાથી શરીર પુષ્ટ થાય છે. આથી એમને વ્યાયામની સીમામાં રાખવામાં આવે છે.
વ્યાયામના લાભઃ વ્યાયામનો સૌથી મોટો લાભ એ છે કે, એનાથી ઉદારતા. સહનશીલતા વગેરે ગુણોનો વિકાસ થાય છે. આ ગુણ નૈતિક અને સામાજિક ઉન્નતિ માટે ખૂબ જ જરૂરી છે.
વ્યાયામથી શરીરનું એક-એક અંગ પુષ્ટ અને મજબૂત થઈ જાય છે. મન ઉલ્લાસ અને ઉમંગથી ભરાઈ જાય છે. આ પ્રકારે વ્યાયામ ઉત્તમ સ્વાથ્યની કુંજી છે.
વ્યાયામથી ભાઈચારાની ભાવના વધે છે. પરસ્પર સભાવ અને સહનશક્તિનો વિકાસ થાય છે. આપણામાં ખેલાડી-ભાવનાનો ઉદય થાય છે. આપણે જયપરાજયમાં એક જેવો વ્યવહાર કરવાના અભ્યસ્ત થઈ જઈએ છીએ.
માનસિક વ્યાયામ કરવાવાળાઓ માટે શારીરિક વ્યાયામ ખૂબ જરૂરી છે. માનસિક વ્યાયામ કરવાવાળાઓને વધારે સમય સુધી બેસવું પડે છે આથી એમના પાચનતંત્રમાં દોષ ઉત્પન્ન થઈ જાય છે. આ દોષને દૂર કરવા માટે અને મનનો થાક દૂર કરવા માટે શારીરિક વ્યાયામ અત્યધિક ઉપયોગી છે.
વ્યાયામમાં અપેક્ષિત સાવધાનીઓઃ વ્યાયામ દરેક વ્યક્તિ માટે જરૂરી છે. પરંતુ વ્યાયામ સમય, અવસ્થા અને શરીરની શક્તિ અનુસાર અપનાવવો જોઈએ. રોગી વ્યક્તિ અથવા વૃદ્ધ કે બાળક દંડ-બેઠક લગાવવા લાગે, તો એનાથી લાભના સ્થાન પર નુકસાનની સંભાવના અધિક છે. આથી પોતાના સ્વાથ્ય અને અવસ્થા અનુકૂળ વ્યાયામની માત્રા નિશ્ચિત કરવી જોઈએ. વ્યાયામ એટલો જ કરવામાં આવવો જોઈએ, જેનાથી શરીરને થાકનો અનુભવ ના થાય.
ઉપસંહારઃ શક્તિશાળી નાગરિક જ શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ કરીએ છીએ અને આ શક્તિ વ્યાયામના માધ્યમથી જ મળી શકે છે. પરાધીનતાના કાળમાં વ્યાયામ, યોગસાધના અને ખેલોનો હ્રાસ થયો. વ્યાયામ વગેરે માટે જે સાધનો અને સુવિધાઓની જરૂર હોય છે, એમનો આપણા દેશમાં હજુ સુધી અભાવ છે.
COMMENTS