Essay on Autobiography of Ganga River in Gujarati : In this article "", " ગંગાની આત્મકથા વિશે ગુજરાતી નિબંધ ", " ગં...
Essay on Autobiography of Ganga River in Gujarati: In this article "", "ગંગાની આત્મકથા વિશે ગુજરાતી નિબંધ", "ગંગા નદી ગુજરાતી નિબંધ", "Ganga Nadi vishe Nibandh Gujarati Ma" for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Autobiography of Ganga River", "ગંગા નદી ગુજરાતી નિબંધ" for Students
પ્રસ્તાવનાઃ મારું નામ ગંગા છે - પતિત પાવની ગંગા. મારા કિનારા પર અનેક તીર્થસ્થાન વસેલા છે. તે બધા મારી મહિમાના ગીત ગાય છે અને પોતાની પવિત્રતાને કારણે જન-જનનાં મનને પવિત્ર કરે છે.
વેદો અનુસાર હું દેવતાઓની નદી છું. હું પહેલાં સ્વર્ગમાં વહેતી હતી. દેવગણ મારા જળને અમૃત કહેતા હતા. એક દિવસ મને દેવલોકથી ઉતરીને પૃથ્વી પર આવવું પડ્યું. હું ભગીરથના તપથી પ્રભાવિત થઈને પૃથ્વી પર આવી.
ધરતી પર આવવાની કથાઃ વાત ખૂબ જૂની છે. સગર નામના એક ચક્રવર્તી રાજા હતા. એમણે એકસો અશ્વમેઘ યજ્ઞ પૂરા કરી લીધા હતા. અંતિમ યજ્ઞ માટે જ્યારે એમણે શ્યામવર્ણનો એક ઘોડો છોડ્યો, તો ઈન્દ્રનું સિંહાસન ડોલવા લાગ્યું. સિંહાસન છિનવાઈ જવાના ભયથી ઇન્દ્રએ એમનો ઘોડો ચોરી લીધો અને એને કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધો. રાજા સગરના પુત્રોએ ઘોડાની ખૂબ શોધ કરી. શોધ કરતાં-કરતાં તેઓ કપિલ મુનિના આશ્રમમાં પહોંચી ગયા.
ત્યાં પર ઘોડાને બાંધેલો જોઈને એમણે મહર્ષિ કપિલનનું અપમાન કરી દીધું. અપમાન કરવામાં આવવા પર કપિલ મુનિએ એમને ભસ્મ કરી દીધા.
સગરના પૌત્ર અંશુમાને કપિલ મુનિની સેવા કરીને એમને પ્રસન્ન કર્યા અને એમનાથી પોતાના કાકાઓની મુક્તિનો ઉપાય પૂછ્યો. કપિલ મુનિએ બતાવ્યું કે, જ્યારે ગંગા સ્વર્ગથી પૃથ્વી પર આવશે અને રાજકુમારોની ભસ્મનો સ્પર્શ કરશે, ત્યારે એમની મુક્તિ થશે. અંશુમાન અને એના પછી રાજા ભગીરથે મને પૃથ્વી પર લાવવા માટે કઠોર તપસ્યા કરી. એમની તપસ્યાથી પ્રસન્ન થઈને મેં પૃથ્વી પર આવવાનું સ્વીકાર કર્યું. ભગીરથ મને પૃથ્વી પર લાવ્યા, આથી મારું નામ ભાગીરથી પડ્યું.
મારું ઉદગમ સ્થળ: હિમાલયની ગોદમાં ચારે તરફ બરફથી ઢંકાયેલા ઊંચા-ઊંચા પર્વત-શિખર છે. અહીં એક ગુફા છે, જેને ગોમુખ કહે છે. અહીંથી જ મારો ઉદ્ગમ થાય છે. ગોમુખનો અર્થ છે- ગાયનું મુખ અથવા ધરતીનું મુખ. આ ગુફાનો આકાર ગાયના મુખની સમાન છે. અહીંથી હું નિકળી છું.
મારો યાત્રા-પથ: ગાતી, નાચતી, કૂદતી હું ગંગોત્રી પહોંચું છું. ગંગોત્રી એક પવિત્ર તીર્થસ્થળ છે. ધીમે-ધીમે હુંમોટા પહાડો અને સાંકડા રસ્તાઓથી થઈને અન્ય અનેક નદીઓના પાણીને સાથે લઈને આગળ વધુ છું. દેવપ્રયાગમાં મારામાં અલકનંદા આવીને મળે છે. આગળ વધતા ઋષિકેશ તેમજ હરિદ્વાર પહોંચું છું. અહીંયાથી પ્રયાગ, કાશી થઈને મારી ધારા બંગાળ સુધી પહોંચે છે. પછી હું સમુદ્રમાં મળી જાઉં છું.
ઉપસંહાર: મારી વાર્તા ખૂબ જ લાંબી છે. મંદાકિની, સુરસરિ, વિષ્ણુપદી, ભાગીરથી વગેરે અનેક નામ મારા છે. મારી સ્તુતિ કાલિદાસ, ભવભૂતિ, ભારવિ, તુલસીદાસ વગેરે અનેક કવિઓએ ગાઈ છે.
COMMENTS