Essay on Vyakti Mati Banu Vishva Manvi in Gujarati : In this article " વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી ગુજરાતી નિબંધ ", " Vish...
Essay on Vyakti Mati Banu Vishva Manvi in Gujarati: In this article "વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી ગુજરાતી નિબંધ", "Vishwa Bandhutva Essay in Gujarati", "Vishwa Bandhutva Nibandh Gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Vishwa Bandhutva", "વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી નિબંધ" for Students
મોટી વાતો કરવી સૌ કોઈને ગમે છે. યુદ્ધ આજે ચાલે છે. એક દિવસ શાંતિ સ્થપાશે. કજિયો કરતા રાજપુરુષો વળી પાછા મિત્રો તરીકે મળશે. એ થાક્યા હશે ત્યારે યુદ્ધ પૂરું થશે. એમનો શાંતિકાળ બીજા વધુ દારુણ યુદ્ધની તૈયારીમાં વપરાશે. વિશ્વશાંતિનો આજે એટલો જ અર્થ હોય એમ લાગે છે કે વિશ્વશાંતિ એટલે એક યુદ્ધ પૂરું થયા પછી બીજાની તૈયારી કરવા માટેનો વચ્ચેનો સમય. અજબ છે આ વિશ્વશાંતિની વાતો !
યુદ્ધની તરફદારી કરનારા અનેક રીતે દલીલો કરે છે. ફાસિસ્ટવાદીઓનો યુદ્ધ એ જ મુક્તિ મંત્ર છે. યુદ્ધ એ શાંતિની પૂર્વભૂમિકા છે એમ કેટલાક ડાહ્યા રાજપુરુષો પણ કહે છે. વિનાશ પછી જ નવસર્જન થાય એ સિદ્ધાંતને રજૂ કરનારા ઓછા નથી. પ્રાચીનકાળથી આજપર્યત સંખ્યાબંધ યુદ્ધો ખેલાયાં છે. સ્ત્રીઓ માટે, જમીન માટે, ક્ષત્રીવટ માટે, યશ માટે અને આજે ખેલાય છે તેમ ધન અને વાણિજ્ય માટે, અને એવી ઘણી ઘણી રીતોએ પણ એ યુદ્ધો સ્થાયી શાંતિ જમાવી શક્યાં નથી. યુદ્ધોમાં થતી હિંસાની નિરર્થકતાને જોઈને જ અશોકે તરવારો વગેરે શસ્ત્રોને ગળાવી નાખી એનાં હળ અને દાતરડાં બનાવરાવ્યાં હતાં. સંહારાત્મક પ્રવૃત્તિઓમાં જગતનું કલ્યાણ નથી જેટલું રચનાત્મક પ્રવૃત્તિઓમાં છે. જગતને અશોકનો એ સંદેશ હતો.
પણ જ્યાં સુધી વર્ગભેદ હશે; ગોરી અને કાળી ચામડી એવું અહમ્ હશે; આર્થિક શોષણ, મૂડીવાદ અને તેને વિશાળ પાયા પર ટકાવી રાખતો શાહીવાદ વિશ્વવ્યવસ્થામાં હશે ત્યાં સુધી જગતમાં અશાંતિ રહેવાની છે. વાણિજય માટેની ઔદ્યોગિક દેશોની રસાકસી પરાધીન પ્રજાનું શોષણ કરવાના સિદ્ધાંત પર અવલંબે છે. ધર્મ તો કહે છે કે તારા પાડોશી પર પ્રેમ રાખ. પણ મનુષ્ય એ સિદ્ધાંતને આચરતો નથી. એક દેશની પ્રજા બીજા દેશમાં મૂડી રોકી માલ ઉપજાવી, સસ્તી મજૂરીએ કામ કરાવી તેમ પ્રજા પાસે વધુ નફો કઢાવવા મથી રહે છે. દેશદેશની આ મનોવૃત્તિ હોય ત્યાં સુધી જગતમાં શાંતિ ક્યાંથી આવે? વિશ્વબંધુત્વ ક્યાંથી સંભવે ?
જગતમાં બે વર્ગો સમાજમાં છે. એક છે શોષક અને બીજો છે શોષિત. શોષક વર્ગ પાસે મૂડી છે. શોષિત વર્ગ શ્રમજીવીનો છે. આવો વર્ગભેદ ન રહે અને સૌનું હિત સાધે તેવી સમાજવ્યવસ્થા અમલમાં આવે અને દેશદેશનાં રાજતંત્ર પણ આવા સિદ્ધાંત પર રચાયાં હોય તો તેમાં માનવજાતનું ઘણું જ હિત થાય. માણસના આર્થિક હિતને, તેના સામાજિક કલ્યાણને તેમ જ તેના વ્યક્તિત્વના વિકાસને સ્વતંત્રતા આપતી સાચી વ્યવસ્થા જે જગતમાં હશે તે જગતમાંથી યુદ્ધો અદશ્ય થવાનાં અને ત્યાં સાચી શાંતિ સ્થપાવાની.
એમ ન થાય ત્યાં સુધી વિશ્વશાંતિની વાતો નકામી જ નીવડવાની. રાજપુરુષો નિઃશસ્ત્રીકરણની વાતો કરશે અને ફરી પાછાં શસ્ત્રો સજાવાં માંડશે. માનવતાના સમાન હકના સિદ્ધાંતને જગત જ્યાં સુધી સ્વીકારે નહિ ત્યાં સુધી વિશ્વશાંતિના પ્રશ્નનો વિચાર સરખો કરવાની ખંધાઈ રાજપુરુષો કેમ બતાવી શકે તે જ સમજવું મુશ્કેલ છે.
COMMENTS