Essay on Strength of Unity in Gujarati Language : In this article " એકતાનું મહત્વ ગુજરાતી નિબંધ ", " એકતામાં શક્તિ છે ગુજરાતી...
Essay on Strength of Unity in Gujarati Language: In this article "એકતાનું મહત્વ ગુજરાતી નિબંધ", "એકતામાં શક્તિ છે ગુજરાતી નિબંધ", "Ekta nu Mahatva Nibandh in Gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Strength of Unity", "એકતાનું મહત્વ ગુજરાતી નિબંધ" for Students
પ્રસ્તાવના: માનવ સામાજિક પ્રાણી છે. સમાજ વગર એનું જીવન જ મુશ્કેલ છે. સમાજમાં વ્યક્તિના સંબંધ અનેક લોકોથી બને છે. તેઓ એકબીજાનો સહયોગ કરે છે. અનેક લોકોના આપસી મેળને જ એકતા કહે છે.
એકતાનો ભાવ માનવ જ નહીં, પશુ-પક્ષીઓમાં તેમજ જાનવરોમાં પણ હોય છે. એકતાના બળ પર જ આપે ઓછા સાધનોથી મોટા કાર્ય કરી શકીએ છીએ. અધિક શક્તિશાળી વ્યક્તિઓમાં પણ જો એકતા નથી, તો તેઓ સફળ નથી થઈ શકતા, તેઓ હંમેશાં પરાજિત જ થતાં રહે છે.
એકતાની જરૂરિયાત: એકતાથી જ આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. જે પ્રકારે નાના-નાના તણખલાઓને જોડીને બનેલા દોરડાથી મોટાથી મોટા હાથીને બાંધી લેવામાં આવે છે, એ જ પ્રકારે મનુષ્ય આપસી એકતાથી મોટાથી મોટા કામ કરી શકે છે. બ્રિટિશ રાજ્યથી પહેલાં આપણા દેશમાં એકતાની ભાવનાનો અભાવ જ રહ્યો હશે, એ જ કારણે આપણો દેશ કેટલાય વર્ષો સુધી ગુલામીની બેડીઓમાં જકડાયેલો રહ્યો. વિદેશી લૂંટારાઓ સોનાની ચિડિયા કહેવામાં આવવાવાળા દેશને લૂંટતા રહ્યા. સમયે કરવટ બદલી અને સંપૂર્ણ દેશ એકતાના સૂત્રમાં બંધાયો. ચારે તરફથી એક જ અવાજ ઊઠ્યો કે, દેશ આઝાદ હો. બધાએ અંગ્રેજોનો વિરોધ કર્યો. આપણી એકતા રંગ લાવી અને દેશ સ્વતંત્ર થયો. આજે આપણી એ જ એકતાને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
એકતાના બળ પર જ આપણે પોતાની તથા દેશની ઉન્નતિ કરી શકીએ છીએ. વિકાસ માટે એકતા અતિ આવશ્યક છે.
એકતાના ગુણ: મિત્રતા તેમજ એકતા માટે જરૂરી છે કે, આપણે પોતાના સ્વાર્થનો ત્યાગ કરીએ. મધુર વાણી એકતાનો મૂળ-મંત્ર છે. પોતાને કુશળ તેમજ ચતુર સમજવાવાળા લોકો અધિક સમય સુધી એકતાના સૂત્રમાં નથી બંધાઈ શકતા. એકતા માટે સત્યતા, ધૈર્ય, સહનશીલતાની ખૂબ જરૂર હોય છે. મિત્રની વાતો સાંભળવી, ક્ષમા-ભાવ રાખવો, વ્યક્તિની અપેક્ષાએ સમાજ અને રાષ્ટ્રને વધારે મહત્ત્વ આપવું, બદલાની ભાવનાનો ત્યાગ કરવો વગેરે ગુણ એકતા માટે જરૂરી છે.
ઉપસંહાર: વર્તમાન ભારતમાં એકતાની આ ભાવના જોખમોથી ઘેરાયેલી નજરે પડે છે. કેટલાંક વર્ષોથી સમાજમાં દ્વેષની ભાવના ફેલાવવામાં આવી રહી છે. એનાથી દેશને ભારે નુકસાન થયું છે. દેશ સાંપ્રદાયિક તોફાનોની આગમાં ફસાયો છે, જેનાથી આપણી પ્રાચીન એક્તાનો પાયો નબળો થઈ રહ્યો છે. આપણે પોતાના દેશને બાહ્ય તેમજ આંતરિક દ્વેષથી બચાવવો પડશે. દેશના દુશ્મનોથી સતર્ક રહેવું પડશે. એ બધાથી પોતાને તથા સમાજને દૂર રાખવા પડશે, જે આપણા સમાજ તેમજ દેશની એકતાને ખંડિત કરી રહ્યા છે. દેશની સ્વતંત્રતાને જાળવી રાખવા તથા એની મજબૂતી માટે એકતા પરમ જરૂરી છે.
COMMENTS