Essay on Paradhinta in Gujarati Language : In this article " પરાધીનતા વિશે નિબંધ ગુજરાતી ", " પરાધીન સપનેહુ સુખ નહીં નિબંધ ...
Essay on Paradhinta in Gujarati Language: In this article "પરાધીનતા વિશે નિબંધ ગુજરાતી", "પરાધીન સપનેહુ સુખ નહીં નિબંધ", "Paradhinta vishe Nibandh in Gujarati Language"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Paradhinta", "પરાધીનતા વિશે નિબંધ" for Students
પ્રસ્તાવના: પરાધીન’ શબ્દ બે શબ્દોથી મળીને બન્યો છે -પર + આધીન. અર્થાત્ બીજાના વશ કે બંધનમાં રહેવું. જયારે કોઈ શક્તિશાળી રાષ્ટ્ર કોઈ નિર્બળ દેશને પોતાના અધીન કરી લે છે, તો અધીન દેશને આપણે પરાધીન દેશ કહીએ છીએ. પરાધીન વ્યક્તિ ના તો પોતાના મનના અનુસાર કશું કામ કરી શકે છે અને ના સ્વતંત્ર રૂપથી કશું વિચારી શકે છે.
પરાધીનતા અને ભય: પરાધીનતા ભયની જનની છે. પરાધીન વ્યક્તિના મનમાં હંમેશાં ભય જળવાઈ રહે છે. આ ભયને કારણે તે કશું પણ નથી કરી શકતો.
સ્વાધીનતાનો અર્થ: સ્વાધીનતાનો અર્થ છે, જે પોતાના જ અધીન હોય, આથી સ્વાધીનતાનો અર્થ થયો સ્વતંત્રતા. જે વ્યક્તિ કોઈ બંધન વગર કાર્ય કરી શકે છે, એને સ્વતંત્ર કે સ્વાધીન કહે છે. પરંતુ સ્વાધીનતાનો અર્થ એ નથી કે, આપણે સમાજ અને દેશ દ્વારા બનાવાયેલા નિયમોનું ઉલ્લંઘન કરીએ. પ્રત્યેક સમાજના કેટલાંક નિયમ હોય છે અને વ્યક્તિ આ નિયમોથી બંધાયેલો હોય છે. રસ્તા પર ચાલવાનો અધિકાર દરેક વ્યક્તિને છે, પરંતુ રસ્તા પર ચાલવાના નિયમ છે. જો કોઈ વ્યક્તિ એનું પાલન નથી કરતો, તો એના પ્રાણ પણ સંકટમાં પડી શકે છે.
એની સાથે તે અન્ય વ્યક્તિઓ માટે પણ જોખમ ઉત્પન્ન કરી દે છે. આથી સમાજના નિયમોનું પાલન કરવું પરાધીનતા નથી.
સ્વાધીનતાની આવશ્યકતા: વ્યક્તિના જીવન માટે સ્વાધીનતા પરમ આવશ્યક છે. સ્વતંત્રતા પરમ આવશ્યક છે. સ્વતંત્રતા અથવા સ્વાધીનતાના અભાવમાં વ્યક્તિ ઉન્નતિ નથી કરી શકતો. જયારે વ્યક્તિની ઉન્નતિ નહીં થાય, તો દેશની ઉન્નતિ પણ અશક્ય છે. આથી લોકમાન્ય બાલગંગાધર તિલકે કહ્યું હતું -
"સ્વતંત્રતા મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું એને લઈને રહીશ."
પરાધીનતાના દુષ્પરિણામ: દાસતા ભલે માનસિક હોય અથવા શારીરિક, એક અભિશાપ છે. પરાધીન વ્યક્તિનું સુખ સમાપ્ત થઈ જાય છે. શાંતિ નષ્ટ થઈ જાય છે. ચિંતન રોકાઈ જાય છે. પરાધીનતાથી રાષ્ટ્રની સંસ્કૃતિ નષ્ટ થઈ જાય છે.
બીજાઓના ગુલામ ના બનો: આપણે ખુદ સ્વતંત્રતાપૂર્વક વિચારીએ. સ્વતંત્રતાપૂર્વક કાર્ય કરીએ. એની સાથે એ પણ જરૂરી છે કે, આપણે બીજાઓને ગુલામીની સાંકળોમાં ના બાંધીએ.
ઉપસંહાર: પ્રત્યેક વ્યક્તિ સ્વતંત્ર રહેવા ઇચ્છે છે. પરાધીનતા પ્રત્યેક વ્યક્તિ માટે અભિશાપ છે. પરાધીનતામાં મળવાવાળું સુખ વાસ્તવિક સુખનથી હોતું. આથી ગોસ્વામી તુલસીદાસે લખ્યું હતું
પરાધીન સપનેહું સુખ નાહીં.
COMMENTS