Essay on My Country India in Gujarati : In this article " ભારત દેશ વિશે નિબંધ ગુજરાતી ", " આપણો દેશ ભારત નિબંધ ગુજરાતી "...
Essay on My Country India in Gujarati: In this article "ભારત દેશ વિશે નિબંધ ગુજરાતી", "આપણો દેશ ભારત નિબંધ ગુજરાતી", "Essay on Maro Desh Bharat in Gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "My Country India", "ભારત દેશ વિશે નિબંધ" for Students
પ્રસ્તાવના: આપણે બધા જે દેશમાં રહીએ છીએ, એનું નામ છેભારતવર્ષ. એનું નામ મહારાજ દુષ્યતના વીર પુત્ર ભરતના નામ પર ‘ભારતવર્ષમાં પડ્યું આપણાં દેશની સભ્યતા તેમજ સંસ્કૃતિ ખૂબ જ પ્રાચીન છે. આપણાં ઋષિ-મુનિઓએ જ સૌથી પહેલાં જ્ઞાનનો પ્રકાશ આપીને વિશ્વને જીવનનો માર્ગ બતાવ્યો.
વર્ણન: આપણાં દેશને પ્રકૃતિ-દેવીનું અમૂલ્ય વરદાન પ્રાપ્ત છે. એના ઉત્તરમાં સંસારનો સૌથી ઊંચો પર્વત હિમાલય છે. એના ઊંચા શિખરો ચાંદીના મુકુટની સમાન શોભાયમાન છે. ગંગા, યમુના, બ્રહ્મપુત્રા, સિંધુ, કાવેરી વગેરે નદીઓ એના ગળામાં મોતિઓની માળા પહેરાવે છે. દક્ષિણમાં હિન્દ મહાસાગર પોતાની લહેરોથી એના ચરણ-કમળોને ધોઈને એનું સન્માન કરે છે. અહીંયા બદ્રીનાથ. કેદારનાથ, ગયા, પ્રયાગરાજ, દ્વારિકા, રામેશ્વરમ્ તથા જગન્નાથપુરી જેવાં મહાન તેમજ પવિત્ર તીર્થ સ્થાન છે.
અહીંયા પર પૃથ્વીનું સ્વર્ગ કહેવામાં આવવાવાળું કાશ્મીર છે. વિશ્વનું આઠમું આશ્ચર્ય પ્રસિદ્ધ તાજમહેલ અહીં જ છે. અજંતા-ઇલોરાની વિખ્યાત ગુફાઓ અહીંના પ્રાચીન ગૌરવનું ગાન કરે છે. અહીંયા પર રામ, કૃષ્ણ, બુદ્ધ તેમજ ગુરુ નાનકદેવ જેવાં સંતો તેમજ મહાપુરુષોએ જન્મ લીધો અને માનવને સન્માર્ગ બતાવ્યો.
આપણો દેશ જ્ઞાનનું અનુપમ કેન્દ્ર રહ્યો છે. સંસારના ખૂણે-ખૂણાના વિદ્યાર્થી અહીંયા વિદ્યાધ્યયન માટે આવ્યા કરતા હતા. અશોક, વિક્રમાદિત્ય, હર્ષતેમજ સ્કંદગુપ્ત જેવાં વીર પ્રતાપી તેમજ ચક્રવર્તી સમ્રાટોએ એની રક્ષા કરી. વાલ્મીકિ, મહાકવિ કાલિદાસ, ગોસ્વામી તુલસીદાસ, સૂરદાસ વગેરે મહાકવિઓએ અહીંયા પર વિશ્વના અમર સાહિત્યની રચના કરી. સણા પ્રતાપ અને વીર શિવાજી જેવા વીર અહીં જ પેદા થયા. આ દેશને સ્વાધીન કરાવવા માટે રાણી લક્ષ્મીબાઈ, તાત્યાટોપે, ગાંધી, સુભાષ તેમજ નેહરૂ જેવા વીર સપૂતોએ પોતાનું સર્વસ્વ ચૌછાવરકરી દીધું. આપણે એ જ મહાન દેશ ભારતવર્ષના નિવાસી છીએ. આ જ આપણો દેશ છે.
ઉપસંહાર: ભારતવર્ષ ધર્મ, સંસ્કૃતિ અને દર્શનનો સંગમ છે. આ સંસારને શાંતિ અને અહિંસાનો સંદેશ આપવાવાળો તથા માનવતાનો પોષક રહ્યો છે.
આપણી આ ધરતી ધન્ય છે. એમાં રહેવાવાળા સૌભાગ્યશાળી છે. વિશ્વમાં આ ધરતી જ એવી છે, જેને પ્રકૃતિએ વર્ષમાં છ ઋતુઓ પ્રદાન કરી છે. આજે આપણો ભારતવર્ષ વિશ્વનો એક વિશાળ પ્રજાતંત્ર દેશ છે. આપણો દેશ ધીમેધીમે વિકાસના માર્ગ પર દઢતાથી આગળ વધી રહ્યો છે.
HIII THANKS FOR THE ESSAY
ReplyDeleteThank you
ReplyDeleteThik-thak tha essay
ReplyDelete