Essay on Mahatma Gandhi in Gujarati : In this article " રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે નિબંધ ગુજરાતી ", " ગાંધી જયંતિ વિશે નિ...
Essay on Mahatma Gandhi in Gujarati: In this article "રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે નિબંધ ગુજરાતી", "ગાંધી જયંતિ વિશે નિબંધ", "ગાંધીજી વિશે નિબંધ લેખન"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Mahatma Gandhi", "રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નિબંધ" for Students
પ્રસ્તાવના: ભારતભૂમિ પર જયારે-જ્યારે વિપત્તિ આવી, ત્યારે-ત્યારે અહીંયા, કોઈને કોઈ મહાન વિભૂતિનો ઉદય થયો. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ એ જ વિભૂતિઓમાંથી એક છે. આ એ જ સંતની તપસ્યાનું તેમજ સાધનાનું પ્રતિફળ છે કે, આપણે આજે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ.
જીવન-પરિચય: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ ૨ ઑક્ટોબર સન્ ૧૮૬૯એ ગુજરાત રાજ્યના પોરબંદર નામના નગરમાં થયો. ગાંધીજીના પિતાનું નામ કરમચંદ ગાંધી હતું. તેઓ રાજકોટરિયાસતમાં દીવાન હતા. ગાંધીજીના માતાનું નામ પુતળીબાઈ હતું. તેઓ ધર્મપરાયણ મહિલા હતી. ગાંધીજી પર પ્રારંભથી જ સત્યતા અને કર્તવ્યપરાયણતાનો પ્રભાવ પડ્યો.
ગાંધીજીની પ્રારંભિક શિક્ષા ગુજરાતમાં થઈ. પોતાના બાળપણમાં એમણે માતૃ-પિતૃ ભક્ત “શ્રવણકુમાર તેમજ “સત્ય હરિશ્ચંદ્ર નામના નાટક વાંચ્યા. તેઓ એમનાથી ખૂબ જ વધારે પ્રભાવિત થયા. ત્યારથી જ એમણે માતા-પિતાની સેવા તેમજ સત્યને અપનાવવાનું વ્રત લીધું. અઢાર વર્ષની આયુમાં ગાંધીજીએ હાઈસ્કૂલની પરીક્ષા ઉત્તીર્ણ કરી અને તેઓ વકીલાતની શિક્ષા માટે ઇંગ્લેન્ડ ગયા. વકીલાતની શિક્ષા પૂરી કરીને તેઓ સ્વદેશ પાછા ફર્યા. એક કેસ માટે એમને દક્ષિણ આફ્રીકા જવાનો અવસર પ્રાપ્ત થયો. ત્યાં પર આંદોલન આરંભ કરી દીધું. એમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. અંતમાં તેઓ પ્રવાસી ભારતીયોને ગોરાઓના અત્યાચારોથી મુક્તિ અપાવવામાં સફળ થયા.
રાજનીતિમાં પ્રવેશ: જ્યારે ગાંધીજી આફ્રીકાથી પાછા ફર્યા, એનાથી પહેલાં દેશમાં સ્વતંત્રતા-આંદોલન આરંભ થઈ ચૂક્યું હતું. ગાંધીજીએ આફ્રીકામાં પર્યાપ્ત ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. આ કારણે ભારતવાસીઓએ એમનું ભવ્ય સ્વાગત કર્યું. એમણે દેશની સ્વતંત્રતાની આગેવાની એમના હાથોમાં સોંપી દીધી. ગાંધીજીએ પૂર્ણ વિશ્વાસની સાથે સ્વતંત્રતા-આંદોલનનું સંચાલન કર્યું. એમના નેતૃત્વમાં બ્રિટિશ સત્તાના વિરોધમાં મોટા-મોટા આંદોલન ચલાવવામાં આવ્યા. ગાંધીજીએ બધા આંદોલન અહિંસાત્મક રૂપથી ચલાવ્યા. એમના એ જ સિદ્ધાંતો પર અંગ્રેજોને ઝૂકવું પડ્યું. એમના અથાગ પ્રયાસો પછી ૧૫ ઓગષ્ટ સન્ ૧૯૪૭એ દેશ સ્વતંત્ર થયો.
પોતાના ચારિત્રિક ગુણોના બળ પર મહાત્મા ગાંધી વિશ્વમાં પ્રસિદ્ધ થયા. તેઓ ફક્ત રાજનીતિજ્ઞ જ ન હતા. તેઓ આધ્યાત્મિક તેમજ સામાજિક નેતા પણ હતા. જીવનભર તેઓ અછૂતોના ઉદ્ધાર, વિદેશી વસ્તુઓના પરિત્યાગ, ચરખા આંદોલન, સત્યાગ્રહ જેવા મહાન કાર્યોમાં લાગી રહ્યા.
સ્વર્ગવાસઃ દેશને સ્વતંત્ર થયે એક વર્ષ પણ થયું ન હતું. ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮નો દિવસ હતો. સાંજના સમયે જ્યારે ગાંધીજી પોતાના સહયોગીઓની સાથે પ્રાર્થના-સ્થળ પર જઈ રહ્યા હતા, ત્યારે જ નાથુરામ ગોડસે નામના વ્યક્તિએ એમના પરિવૉલ્વરથી ગોળીઓ ચલાવી દીધી. સ્વતંત્રતાના અગ્રણી દૂત ગાંધીજી આપણાથી હંમેશાં માટે વિદાય થઈ ગયા.
ઉપસંહારઃ ગાંધીજી આ યુગના સૌથી મહાન યુગપુરુષ હતા. એમણે ભારતવાસીઓને જાગ્રત કર્યા. એમને આત્મસન્માનની શિક્ષા આપી. આપણને સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલીને દેશને વિકાસની તરફ અગ્રેસર કરવો પડશે. આ જ એમના પ્રતિ સાચી શ્રદ્ધાંજલિ હશે.
COMMENTS