Essay on Baisakhi Festival in Gujarati : In this article " વૈશાખી તહેવાર વિશે ગુજરાતી નિબંધ ", " વૈશાખી નું મહત્વ ગુજરાતી નિબ...
Essay on Baisakhi Festival in Gujarati: In this article "વૈશાખી તહેવાર વિશે ગુજરાતી નિબંધ", "વૈશાખી નું મહત્વ ગુજરાતી નિબંધ", "Vaishakhi nibandh in Gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Baisakhi Festival", "વૈશાખી તહેવાર વિશે નિબંધ" for Students
પ્રસ્તાવના વૈશાખીનો પવિત્ર તહેવાર વૈશાખ મહીના (એપ્રિલ મહીના)માં હિન્દુ માહ અનુસાર પહેલી તિથિએ ઉજવવામાં આવે છે. આ હિન્દુઓના નવવર્ષનો પ્રથમ દિવસ માનવામાં આવે છે. ગુરુ ગોવિંદસિંહે આ જ દિવસે સન્ ૧૬૯૯ ઈ.માં ખાલસા પંથકનો પાયો રાખ્યો. ત્યારથી સિખ જાતિમાં વૈશાખીનો તહેવાર એક ધાર્મિક તહેવાર બની ગયો છે. આ દિવસે બધા સિખ ગુરુદ્વારામાં જઈને ગુરુગ્રંથ-સાહેબનો પાઠ સાંભળે છે.
ઉજવવાનું કારણ: વૈશાખીનો તહેવાર પૂરા ઉત્તરી ભારતમાં ઉજવવામાં આવે છે. આ પૂર્વોત્તર રાજ્યોમાં પણ ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે. પંજાબમાં એનું ખૂબ જ વધારે મહત્ત્વ છે. આ તહેવારને અહીંયા પર અધિક ધૂમધામથી ઉજવવામાં આવે છે. સિખોના દસમા ગુરુ ગોવિંદસિંહે વૈશાખી પર્વને એક એવા કાર્ય માટે પસંદ કર્યો, જેણે સિખ ધર્મનું રૂપ જ બદલી દીધું. એમણે વૈશાખીને ખાલસા દિવસનું નામ પણ આપ્યું. અર્થાત્ એવો દિવસ, જ્યારે ગુરુ ગોવિંદસિંહના હાથો સિખ ધર્મનું રૂપ નિખરી ગયું. તેઓ બધી કમજોરીઓથી મુક્ત થઈ ગયા. ખાલિસ વધારે શુદ્ધ થઈ ગયા. ગુરુ ગોવિંદસિંહથી પૂર્વ સિખ ધર્મ શાંતિ તેમજ અહિંસાના સમર્થક હતા. ગુરુ નાનકદેવે એમને એ જ શિક્ષા આપી હતી. નાનકદેવનું કહેવું હતું કે, કોઈને કષ્ટ આપવું પાપ છે. ગુરુ નાનકદેવ તેમજ ગુરુ તેગબહાદુરે મોટા-મોટા કષ્ટ સહન કર્યા. એમણે હિંસાનો માર્ગના અપનાવ્યો. શાંતિ તેમજ સહનશિલતાના માર્ગનો ત્યાગ ન કર્યો. ગુરુ ગોવિંદસિંહે માનવતા, શાંતિપ્રિયતા તેમજ સભાવને તો સ્વીકાર કર્યા; પરંતુ એમણે કહ્યું કે, અત્યાચારની સામે માથું ઝૂકાવવું, અત્યાચારનું સમર્થન કરવું કાયરતાનું સૂચક છે. આ વિચારોથી પ્રેરિત થઈને એમણે સિખ-સંપ્રદાયને એક નવું રૂપ આપ્યું. એમણે ખાલસા પંથની સ્થાપના કરી અને અત્યાચારોનો વિરોધ કર્યો. આ પ્રકારે વૈશાખીનો તહેવાર પંથને વધુને વધુ શક્તિશાળી બનાવવા માટે ઉજવવામાં આવે છે.
આ તહેવારને ઉજવવાનું બીજું એક કારણ પણ છે. સન્ ૧૯૧૯ ઈ.માં વૈશાખી પર્વ મનાવવા માટે લોકો જલિયાંવાલા બાગમાં એકત્રિત થયા. એ નિહત્યા લોકો પર બ્રિટિશ શાસક જનરલ ડાયરે અંધાધૂંધ ગોળીઓ ચલાવડાવી દીધી હતી. આ ગોળીકાંડમાં સેંકડો નિર્દોષ બાળકો, વૃદ્ધો, સ્ત્રી તેમજ પુરુષ મોતના મુખમાં ચાલ્યા ગયા. એમની આત્માની શાંતિ માટે પણ આ દિવસે પ્રાર્થના કરવામાં આવે છે.
ઉપસંહાર: આ પ્રકારે વૈશાખીનો તહેવાર નવવર્ષના આગમન તેમજ અત્યાચારોના વિરોધનો તહેવાર છે. આ બધાને શિક્ષા આપે છે કે, તેઓ હંમેશાં માનવતા, શાંતિ તેમજ સદૂભાવનાનું સમર્થન કરે. અત્યાચારોને કોઈ પણ સ્થિતિમાં સહન ના કરે.
COMMENTS