Essay on Annual Function of My School in Gujarati Language : In this article " વિદ્યાલયનો વાર્ષિક ઉત્સવ વિશે નિબંધ ગુજરાતી ", &quo...
Essay on Annual Function of My School in Gujarati Language: In this article "વિદ્યાલયનો વાર્ષિક ઉત્સવ વિશે નિબંધ ગુજરાતી", "શાળા વાર્ષિકોત્સવ નિબંધ ગુજરાતી", "Vidyalaya Varshik Utsav Nibandh in Gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Annual Function of My School", "વિદ્યાલયનો વાર્ષિક ઉત્સવ વિશે નિબંધ" for Students
પ્રસ્તાવના: પ્રતિવર્ષ વિદ્યાલયોમાં ઘણાં બધા ઉત્સવ મનાવવામાં આવે છે. પરંતુ એમાં વાર્ષિક ઉત્સવનું મહત્ત્વ સૌથી વધારે છે. અમારી વિદ્યાલયમાં ગત વર્ષોની જેમ આ વર્ષે પણ વાર્ષિક ઉત્સવ ખૂબ ધૂમધામથી મનાવવામાં આવ્યો.
તૈયારી: અમે વાર્ષિક ઉત્સવની તૈયારી ખૂબ ઉત્સાહથી આરંભ કરી. કલા અધ્યાપકને પૂરા ઉત્સવના સંયોજક બનાવવામાં આવ્યા. એમણે વિદ્યાર્થીઓને બોલાવીને એમની એક બેઠક કરી અને એમાં બધા કામ વહેંચી દીધા. કેટલાંક વિદ્યાર્થીઓને કવિતાઓ યાદ કરવા માટે આપવામાં આવી. એક વિદ્યાર્થીને દેશ-ભક્તિનું ગીત યાદ કરવા માટે કહેવામાં આવ્યું. અમારા કલા શિક્ષકે વિદ્યાલયના ઓરડાઓને ચિત્રો અને આદર્શ વાક્યોથી સજાવવાનું આરંભ કરી દીધું છે.
મુખ્ય અતિથિ: વાર્ષિક ઉત્સવ માટે મુખ્ય અતિથિની શોધ શરૂ થઈ. બધાએ એકમતથી એ નિશ્ચય કર્યો કે, જિલ્લા અધિકારી મહોદયને કાર્યક્રમના મુખ્ય અતિથિ બનાવવામાં આવે. અમારી પ્રાર્થના પર જિલ્લા અધિકારી મહોદયે ઉત્સવના મુખ્ય અતિથિ બનવાનું સ્વીકાર કરી લીધું.
મુખ્ય અતિથિનું આગમન: ઠીક આઠ વાગ્યે મુખ્ય અતિથિની કાર પહોંચી. અમારા પ્રધઆનાચાર્યમહોદયે અધ્યાપકોની સાથે આગળ વધીને એમનું સ્વાગત કર્યું. એ જ સમયે વિદ્યાલયનું બંડ ગૂંજી ઊઠ્યું. '
વ્યાયામ-પ્રદર્શન: સૌથી પહેલાં વ્યાયામ-પ્રદર્શન થયું. બધા વિદ્યાર્થીએ અનેક પ્રકારના પી.ટી. કાર્યક્રમ પ્રસ્તુત કર્યા. દર્શકોએ વારંવાર તાળીઓ વગાડી. આ પ્રદર્શનને જોઈને મુખ્ય અતિથિ મહોદય ખૂબ જ પ્રસન્ન થયા.
કવિતા-પાઠ તેમજ અન્ય કાર્યક્રમ: વ્યાયામ-પ્રદર્શન પછી સાંસ્કૃતિક કાર્યક્રમ આરંભ થયો. સૌથી પહેલાં વિદ્યાર્થીઓએ પોત-પોતાની કવિતાઓ સંભળાવી. એના પછી એકાંકીનો અભિનય કરવામાં આવ્યો. અંતમાં પ્રધાનાચાર્ય મહોદય પોતાના વિદ્યાલયની વિશેષતાઓનું વર્ણન કર્યું.
પારિતોષિક વિતરણ: કાર્યક્રમના અંતમાં મુખ્ય અતિથિ મહોદયે પુરસ્કારોનું વિતરણ કર્યું. જ્યારે વિદ્યાર્થી પોતાના પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે મંચ સુધી આવતા હતા, તો તાળીઓથી એમનું સ્વાગત કરવામાં આવતું હતું.
મુખ્ય અતિથિનું ભાષણ: અંતમાં મુખ્ય અતિથિનું ભાષણ થયું. એમણે વિદ્યાલયના પ્રબંધની પ્રશંસા કરી. એમણે વિદ્યાના મહત્ત્વને સમજાવ્યું અને વિદ્યાર્થીઓને પરિશ્રમ કરવા, રમતોમાં ભાગ લેવા અને મન લગાવીને અભ્યાસ કરવાની સલાહ આપી.
COMMENTS