Essay on A visit to a historical place in Gujarati Language : In this article " એક ઐતિહાસિક સ્થળની મુલાકાત નિબંધ ગુજરાતી " for stu...
Essay on A visit to a historical place in Gujarati Language: In this article "એક ઐતિહાસિક સ્થળની મુલાકાત નિબંધ ગુજરાતી" for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "A visit to a historical place", "એક ઐતિહાસિક સ્થળની મુલાકાત નિબંધ ગુજરાતી" for Students
પશુ અને માનવ બંનેના વિચરણમાં મહત્ત્વનો ભેદ એક જ છે. પશુ અહીંતહીં અર્થહીન અને અકારણ ભટકે છે, રખડે છે; જયારે માનવને તેના વિચરણનું કોઈ નિશ્ચિત ધ્યેય કે કારણ હોય છે. રોજિંદા જીવનમાં આજે પ્રવાસ એક સામાન્ય બાબત બની ગઈ છે. મકાન અને નોકરીના સ્થળે રોજના અવરજવર કરનારની સંખ્યા સૂચવે છે કે તેમના જીવનમાં પ્રવાસ એક રોજિંદી ઘટના છે, નોકરીનો એ એક અવિભાજ્ય અંશ છે. આજે હવા ખાવાના કે પિકનિકના સ્થળે પણ માણસો ઊભરાય છે. આ બધામાં મોટા ભાગના સાંપ્રત જીવનમાંથી જાણે છુટકારો મેળવવા મથે છે. ભાગેડુવૃત્તિ ધરાવે છે. ત્યારે અમારી શાળા તરફથી યોજાયેલા એક ઐતિહાસિક પ્રવાસની મને યાદ આવે છે. કેવો સુંદર અને સહેતુક હતો અમારો એ પ્રવાસ !
અમારા આચાર્યશ્રીએ પ્રવાસમાં જોડાવા માગતા વિદ્યાર્થીઓને ભેગા કર્યા. ઐતિહાસિક સ્થળનો પ્રવાસ બોધપ્રદ અને રોચક હોય છે તેમ જણાવતાં એમણે કહ્યું કે, આવાં સ્થળોની યાત્રા કરીને આપણે ભૂતકાળના બનાવોને માત્ર અવલોકતા જ નથી, પરંતુ એ સમયના નોંધપાત્ર માનવોના જીવનમાં આપણને ડોકિયું કરવાની તક મળે છે. આપણા વર્ગમાં ભણેલી ઇતિહાસકથાનો પ્રસંગ જ્યાં બની ગયો તે સ્થળની મુલાકાત આપણી જાણકારીને જાગ્રત કરી આપે છે. તેથી આ વર્ષે આપણે પાવાગઢ જવાનું વિચાર્યું છે. વાલીની સંમતિ અને તૈયારીની વિગતો સમજાવી અમને સ્વેચ્છાએ પ્રવાસમાં જોડાવા જણાવ્યું.
ઘેરથી સંમતિ મળતાં આનંદિત થઈને હું આ પ્રવાસમાં જોડાયો. વડોદરાથી બસમાર્ગે અમે પાવાગઢ પહોંચ્યા. પર્વતની તળેટીમાં ચાંપાનેર ગામ વસેલું છે. પ્રાચીન ચાંપાનેર આજના જેવું નાનું ગામડું નહોતું. એના લાંબા વિસ્તારોનાં ખંડેરો જોતાં એના પ્રાચીન મહત્ત્વની આપણે કલ્પના કરી શકીએ. તૂટેલા કિલ્લાની દીવાલો અને ભાગોળમાં રહેલી મસ્જિદ પ્રાચીન ઇજનેરી કલાનો ખ્યાલ આપે છે. એમાં ખૂબી ભરેલી કારીગરી અને સ્થાપત્ય તે સમયની ચિત્રકલાનો પરિચય આપે છે. પ્રાચીન મુત્સદ્દીગીરી અને ગૃહવિધાનની ઝીણવટ અહીં આપણને પ્રત્યક્ષ જોવા મળે છે. જૂના ચાંપાનેરની ભવ્યતાનો વિચાર કરતાં અમે પર્વત ઉપર ચડાણ શરૂ કર્યું.
એકસમયમાં પાવાગઢ પર ચડવું કપરું સાહસ ગણાતું હતું, પરંતુ યાત્રીઓની સગવડ માટે સરકારે એને બે મોટી સુવિધાઓ વડે સરળ બનાવ્યું છે. પર્વતની મધ્યમાં આવેલા પડાવનું સ્થળ માંચી કહેવાય છે. ત્યાં સુધી બસમાર્ગે જઈ શકાય તેવો ડામરનો રસ્તો થયો છે અને એથી આગળના સીધા ચઢાણ માટે હવે “રોપવે' બનાવાયો છે. બાળકો, વૃદ્ધો કે અપંગ-અશક્ત વ્યક્તિ પણ યાત્રા માણી શકે તેવી સુંદર વ્યવસ્થા થઈ છે. પરંતુ અમને તો પગપાળા રસ્તે જવામાં વધુ મજા આવી. તળેટીથી માંચી સુધી પહોંચતાં રસ્તામાં ભવ્ય દરવાજા, લકડી પુલ, નાના કિલ્લાઓ, કોઠાઓની અને ગુપ્ત સ્થળોની કરામતો જોઈને મુગ્ધ થઈ ઊઠ્યા. ત્યાંની માહિતી રસપ્રદ લાગી.
માંચી પર પહોંચી અમે થોડો વિસામો કર્યો. થાક ઉતારવા હાથમોં ધોઈને ચા-નાસ્તો કર્યો. અહીંથી સીધું ચઢાણ છોડીને વૈજ્ઞાનિક સુવિધાનો આનંદ પામવા શિક્ષકે અમને સમજાવ્યા, રોપ-વે અંગે જાણકારી આપી. દોરડું તૂટે ને ખાઈમાં પડીએ તો મરી જવાય, એવો કેટલાકનો ભ્રામક ડર દૂર કર્યો. અમે બધાં રોપવેની નાની-નાની ટ્રોલીમાં ગોઠવાયા. જાણે ચગડોળમાં બેઠાં હોય તેવા આનંદ સાથે અમે પર્વતના શિખર નજીક ઊતર્યા. અહીં દૂધિયું તળાવ જોયું. સીધાં પગથિયાં ચઢી મંદિરમાં પહોંચ્યા. ત્યાં કાલિકા માતાનાં દર્શન કર્યા. શિખર ઉપર સદનશા પીરની દરગાહ છે. ત્યાંથી ચારે બાજુ નજર કરતાં નયનરમ્ય પ્રકૃતિનું સૌંદર્યનિહાળવા અને માણવાની તક મળી. આટલી ઊંચાઈ સર કરવાની માનવશક્તિ અને તે સાથે પ્રકૃતિનો સાથ ભળ્યો, એ જોઈને મન અતિ પ્રસન્ન થયું. પાવાગઢના પતનની કથા જાણી. મોટી ઉંમરે બીજા આવા પ્રવાસ કર્યા ખરા, પણ ઐતિહાસિક સ્થળની આ યાત્રા ચિર સ્મરણીય બની ગઈ.
COMMENTS