Essay on Disadvantages of Modern Education System in Gujarati : In this article " આધુનિક શિક્ષણપદ્ધતિનાં દૂષણો નિબંધ ગુજરાતી ", ...
Essay on Disadvantages of Modern Education System in Gujarati: In this article "આધુનિક શિક્ષણપદ્ધતિનાં દૂષણો નિબંધ ગુજરાતી", "આધુનિક શિક્ષણ પદ્ધતિ નાં દૂષણો નિબંધ"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Disadvantages of Modern Education System", "આધુનિક શિક્ષણપદ્ધતિનાં દૂષણો નિબંધ ગુજરાતી" for Students
આજે એક પણ ક્ષેત્ર એવું નથી રહ્યું જેનું તંત્ર વ્યવસ્થિત, સરળ અને સ્વચ્છ વહીવટથી ચાલતું હોય. ચોતરફ વ્યાપેલાં દૂષણોથી શિક્ષણજગત પણ બાકાત નથી રહ્યું. શિક્ષણના ભ્રષ્ટાચાર માટે આપણે ઘણી ફરિયાદો સાંભળીએ છીએ. પરંતુ એના મૂળ સુધી પહોંચવાનો, એ સમસ્યાઓને સમજવા કે ઉકેલવાનો પ્રયત્ન ભાગ્યે જ થતો જણાય છે. પરિણામે આધુનિક શિક્ષણ દિવસે દિવસે વધુ ને વધુ કથળતું જાય છે.
નાના બાળકને જુનિયર કે. જી. અથવા બાલમંદિરમાં પ્રવેશ મેળવવાનો હોય ત્યાંથી જ શિક્ષણનાં દૂષણનો પ્રથમ પરિચય મળવા લાગે છે. બાળકનો તથા તેના વાલીનો ઈન્ટરવ્યુ લેવાય, પ્રવેશ માટે ડોનેશન માગવામાં આવે અને અન્ય પ્રકારની ખર્ચ-ફી વગેરેનું ભારણ લદાય છે. એનાથી બાળક અને વાલી બંનેને શિક્ષણ માટે નફરતનાં બી વવાય છે. શાળાઓમાં ટ્યૂશનનું બીજું વિકરાળ દૂષણ જોવા મળે છે. નાપાસ થવાની બીકે તથા શિક્ષકોની ધમકીને લીધે વિદ્યાર્થી-વાલીએ તેમાં નાછૂટકે સામેલ થવું પડે છે. શિક્ષકોના પક્ષપાત અને પૂર્વગ્રહનો ભોગ બનતા વિદ્યાર્થીઓની કારકિર્દી જોખમાતી હોવાના પણ ઘણા દાખલા જોવા મળે છે.
શિક્ષણને વિદ્યાને બદલે વ્યાપારનું ક્ષેત્ર બનાવી બેઠેલા સંચાલકો માન્યઅમાન્ય સંસ્થાઓ ઊભી કરીને કમાણી કરી રહ્યા છે. પટાવાળા, ક્લાર્ક, શિક્ષક કે અધ્યાપક અને આચાર્યના હોદાઓ પર નિમણૂક પામતી વ્યક્તિઓ પાસેથી ડોનેશનના નામે સારી એવી રકમ પડાવે છે. નિયુક્ત થનારની ગુણવત્તા કે લાયકાત જોવાને બદલે માત્ર એના તરફથી મળતો આંકડો જોઈને જ તેને નોકરી અપાય છે. આવા બજારુ શિક્ષકો એમના કાર્યને ન્યાય આપી શકતા નથી. સરકારે કે શિક્ષણશાસ્ત્રીઓને ખિસ્સામાં રાખીને ફરતી આવા સંચાલકો ખુલ્લેઆમ શિક્ષણનો વેપાર ચલાવે છે. આથી શિક્ષણ વધુ કથળતું જાય છે.
પરીક્ષાને અભ્યાસની પારાશીશી ગણતી સદીઓ જૂની પરંપરાને આપણે તોડી શક્યા નથી. હજું વર્ષ પૂરું ન થયું હોય તે પહેલાં વિવિધ આંદોલનો શરૂ થાય છે. પરીક્ષામાં વધુ વિકલ્પના પ્રશ્નોની માગણી થાય, અઘરા પેપરના નામે પરીક્ષાનો બહિષ્કાર પોકારવામાં આવે, પરીક્ષા લેવાય તો તેમાં ખુલ્લેઆમ ચોરી થાય, રોકનાર નિરીક્ષક કે આચાર્ય ઉપર હુમલા કરવામાં આવે, પેપરો ક્યાં અને કોની પાસે તપાસવા ગયા એનું પગેરું શોધીને પાસ થવા કે ધાર્યા ગુણ મેળવવા લાંચરુશ્વત અપાય. આમ પરીક્ષામાં અનેક રીતે ગેરકાનૂની કામ થતાં હોય છે. માત્ર નામની જ કહેવાતી પરીક્ષા પદ્ધતિ હવે પવિત્ર તો રહી જ નથી, હદ ઉપરાંત સડી ગઈ છે.
નોકરી સાથે ડિગ્રીનો સંબંધ જોડી આજે બેકારોની ફોજ ઊભી કરવામાં આવી છે. અગાઉ શિક્ષણનો વ્યાપ ઓછો હતો, હવે સગવડો વધી છે. શિક્ષિતોનો રાફડો ફાટ્યો છે. એ બધાને જ “વ્હાઇટ-કૉલર-જોબ' જોઈએ છે. સૌને ટેબલખુરશીની નોકરી ગમે છે, શ્રમજીવી કામ પસંદ નથી. વ્યવસાયલક્ષી અભ્યાસ કરનારને પણ પોતાના શિક્ષણ બાદ વ્યવસાય સ્થાપવા કે સ્થિર કરવામાં ઘણો સમય વહી જાય છે. આમ શિક્ષણમાં પ્રવેશથી માંડીને ભણી ઊતર્યા પછી નોકરી કે આજીવિકા મેળવવા સુધીના દરેક તબક્કામાં પ્રવેશેલાં દૂષણો જોતાં આપણને ખાતરી થાય છે કે આધુનિક શિક્ષણપ્રથાનાં આ અનિષ્ટોથી શિક્ષણને મુક્ત અને શુદ્ધ કરવાનો સમય પાકી ગયો છે.
COMMENTS