Essay on Thrift in Gujarati Language : In this article, we are providing કરકસર પર નિબંધ for students. Essay on Thrift in Gujarati. કરકસર ...
Essay on Thrift in Gujarati Language : In this article, we are providing કરકસર પર નિબંધ for students. Essay on Thrift in Gujarati.
કરકસર પર નિબંધ Essay on Thrift in Gujarati Language for class 5, 6, 7, 8, 9 and 10
“ત્રેવડે ત્રીજો ભાઈ”
[ભાવાર્થ- કરકસરથી અન્ય મનુષ્યનો નિભાવ થાય તેટલા ધનનો બચાવ કરી શકાય છે. ]
નામ તથા સમજુતી : કરકસર એટલે જરૂરીઆત પ્રમાણે સંભાળપૂર્વક ખર્ચ કરવું તે. કરકસર અને કંજુસાઈમાં ફેર છે. જે મનુષ્ય કંજુસ છે તે ધનનો સંચય કરે છે પરંતુ જરૂરીઆત પ્રમાણે તેનો ઉપયોગ કરતો નથી. વળી, કરકસર અને ઉડાઉપણામાં પણ તફાવત છે. જે મનુષ્ય ઉડાઉ છે તે જરૂરીઆત કરતાં અધિક ખર્ચ કરે છે. કરકસર કરનાર મનુષ્ય કંજુસ હોતો નથી, તેમ ઉડાઉપણું હેત નથી. તે પોતાના દ્રવ્યનો સંભાળપૂર્વક જરૂરીઆત પ્રમાણે ઉપયોગ કરે છે.
કરકસરથી થતા લાભ : નાણના ખર્ચ સંબંધી કરકસરનો નિયમ અત્યંત ઉપયોગી છે. અંગ્રેજીમાં એવી મતલબની કહેવત છે કે જે મનુષ્ય વસ્તુનો નકામો બગાડ કરતો નથી તેને તેની તંગાશ વેઠવી પડતી નથી. કરકસરથી સ્ત્રીઓ કુટુંબનો નિભાવ ઓછા ખર્ચે કરી શકે છે.
કરકસરથી બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે તથા અનેક સદ્દગુણોનો વાસ થાય છે, અને ઉડાઉપણુના તથા અન્ય દુર્ગુણેનો નાશ થાય છે. ગુજરાતીમાં કહેવત છે કે, “કાંકરે કાંકરે પાળ બંધાય, અને ટીપે ટીપે સરોવર ભરાય.” અર્થાત જે મનુષ્ય કરકસરનો ગુણ કેળવે છે તે કમે કમે ધનનો સંચય પણ કરી શકે છે. પ્રત્યેક મનુષ્ય ધનપ્રાપ્તિ કરવી એટલું જ કંઈ જરૂરનું નથી પરંતુ પ્રાપ્ત કરેલા દ્રવ્યનો કરકસરથી સદુપયેાગ કરતાં શીખવું એ પણ અત્યંત મહત્વનું છે.
ઉપસંહાર અને બેધ : પ્રત્યેક મનુષ્ય સમજવું જોઈએ કે ઉપજ કરતાં ખર્ચ ઓછું હોવું જોઈએ. જે મનુષ્ય ઉપજ કરતાં અધિક ખર્ચ કરે તો તેની આર્થિક સ્થિતિ મંદ પડે અને તેવી સ્થિતિ વધુ સમય ચાલુ રહે તો તે
દેવાદાર પણ બને; આથી આવક કરતાં ખર્ચ વધુ ને થાય તે પર પ્રત્યેક મનુષ્યે લક્ષ આપવું ઘટે છે. તે ઉપરાંત નાણના ખર્ચ સંબંધી કરકસરનો સદગુણ પ્રાપ્ત કરવા પ્રત્યેક મનુષ્યે લક્ષ આપવું જોઈએ. વળી, મનુષ્યજીવનમાં સમયની કીંમત અમૂલ્ય છે તેથી પ્રત્યેક મનુષ્યે સમયને નકામો જવા દેવો ન જોઈએ, અને પોતાની પવિત્ર ફરજ સમજી તેનો સદુપયોગ કરવો જોઈએ.
COMMENTS