Essay on Peace in Gujarati Language : In this article, we are providing શાંતિ પર નિબંધ for students. Essay on Peace in Gujarati. શાંતિ પર...
Essay on Peace in Gujarati Language : In this article, we are providing શાંતિ પર નિબંધ for students. Essay on Peace in Gujarati.
શાંતિ પર નિબંધ Essay on Peace in Gujarati Language for class 5, 6, 7, 8, 9 and 10
નામ તથા સમજૂતી : જે સ્થળે શાન્તિ હોય છે ત્યાં આરામ અને આનંદ હોય છે. શાંતિથી વિરૂદ્ધનું વાતાવરણ તે અશાંતિનું વાતાવરણ. જે ગૃહમાં સંપ હોય છે ત્યાં શાંતિ, સુખ અને સંતોષ ઉત્પન્ન થાય છે. જયાં કંકાસ અને કલેશનું વાતાવરણ હોય છે ત્યાં અસંતોષ અને દુઃખ ‘ઉત્પન્ન થાય છે. શાંતિના સમયમાં જનસમાજમાં અયુદય થાય છે. શાંતિથી મનુષ્ય તથા સમાજના સુખમાં વૃદ્ધિ થાય છે. તે ઉપરાંત મનુષ્ય વિપત્તિના સમયમાં શાંતચિત્તથી દુખનું નિવારણ વધારે સારી રીતે કરી શકે છે.
લાભ : ગુજરાતીમાં કહેવત છે કે “કંકાસે ગોળાનું પાણું જાય.” આ કહેવતનો ભાવાર્થ એ છે કે જે ગૃહમાં અતિશય કંકાસ થાય તે તે અતિશય નુકશાન કર્તા થાય છે. જનસમાજની શાંતિનું રક્ષણ કરવા કાયદાઓ કરવામાં આવેલા છે. આથી, શાંતિની કેટલી આવશ્યકતા છે તે પ્રત્યેક મનુષ્ય સમજવું જોઈએ.
જે એક દેશ અને અન્ય દેશને વિગ્રહ થાય તે જાનમાલનું અતિશય નુકશાન થાય છે. વળી, વિગ્રહથી મનુષ્યના હદમાં પ્રેમને સ્થાને દેવ ઉત્પન્ન થાય છે, અને તેથી મનુષ્યને અનેક અનિષ્ટ ફળ ભોગવવાં પડે છે; તેથી ઉલટું, જે દેશદેશાન્તરમાં શાંતિ હેય તે પ્રત્યેક દેશને તેમાં લાભ થાય છે, તેથી શાંતિ જાળવવાનું તથા તેને પ્રચાર કરવાનું પ્રત્યેક મનુષ્ય લક્ષમાં રાખવું જોઈએ.
ઉપસંહાર અને બોધ : પ્રત્યેક મનુષ્યની પવિત્ર ફરજ છે કે તેણે શાંતિ રાખવી જોઇએ. શાંતચિત્તવાળા મનુષ્યને ક્રોધનાં અનિષ્ટ પરિણામ ભોગવાં પડતાં નથી. જે મનુષ્ય શાંતિ રાખે છે તે મનુષ્ય ચિતની સ્વસ્થતા રાખી શકે છે. જે મનુષ્ય શાંતિ રાખે છે તે હિંમત અને સંયમને યોગ્ય રીતે કેળવી શકે છે. શાંતિના વાતાવરણમાં વ્યકિતની તથા સમાજની ઉન્નતિ થાય છે તેથી પ્રત્યેક મનુષ્ય પોતાની પ્રવૃત્તિઓથી શાંતિના વાતાવરણને વેગ મળે તે તરફ લક્ષ આપવું જોઈએ.
COMMENTS