Essay on Love in Gujarati Language : In this article, we are providing પ્રેમ પર નિબંધ for students. Essay on Love in Gujarati. પ્રેમ પર ન...
Essay on Love in Gujarati Language : In this article, we are providing પ્રેમ પર નિબંધ for students. Essay on Love in Gujarati.
પ્રેમ પર નિબંધ Essay on Love in Gujarati Language for class 5, 6, 7, 8, 9 and 10
જે કાઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે.” (દયારામ)
[ભાવાર્થ-જે મનુષ્યના હદયમાં પ્રેમની નૈસર્ગિક ભાવનાઓ હોય છે, તે મનુષ્યમાં પ્રેમની ભાવનાઓ ટકે છે.]
નામ તથા સમજૂતી : પ્રેમ એટલે હદપની સ્નેહની ભાવના. કુટુંબમાં મા બાપ, શ્રાવ તથા ભગિની તરફને પ્રેમ એ નૈસર્ગિક પ્રેમ છે. વળી, મિત્ર, સગાંવહાલાં તથા સમાજના અનેક મનુષ્યો સાથે સ્નેહની સાંકળથી મનુષ્ય બંધાએલો હોય છે. નેહથી કુટુંબની તથા સમાજની ઉન્નતિ થાય છે તથા જનસમાજની સુખશાંતિમાં વૃદ્ધિ થાય છે. વળી, પશુ પક્ષીઓમાં પણ પ્રેમ જોવામાં આવે છે. પ્રેમ એ અલૌકિક ભાવના અને બળ છે અને તેનો પ્રભાવ સર્વત્ર દશ્યમાન થાય છે.
પ્રેમની મહત્તા : પ્રેમની મહત્તા અમૂલ્ય છે. જયાં મનુષ્યમાં ફકત સ્વાર્થને અંગે પ્રેમ હોય છે ત્યાં સ્વાર્થ સિદ્ધ થયા પછી પ્રેમ દશ્યમાન થતો નથી. પ્રેમ શુદ્ધ સ્વરૂપે અલૌકિક છે અને તેથી શુદ્ધ પ્રેમ મનુષ્યને ઉન્નતિના માર્ગે દોરે છે.
અધિકાર અને દ્રવ્યની સત્તા કરતાં પ્રેમને પ્રભાવ વધારે ઇચ્છનીય છે. જ્યાં પ્રેમ છે ત્યાં સંપ અને સુખશાંતિને વાસ છે. જ્યાં પ્રેમ નથી ત્યાં કલેશ અને કાકાસનું વાતાવરણ દષ્ટિગોચર થાય છે. સુવામથી પ્રેમને પ્રચાર થાય છે તેથી પ્રત્યેક મનુષ્ય વિનમ્રથી અને સુવાકયથી વર્તતાં શીખવું જોઇએ. એક લેખક લખે છે કે -
"કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે
પરાઇ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે!"
સુવાકયો સ્નેહની વૃદ્ધિ થાય છે અને તેથી સારી વાણું ઉચ્ચારવી એ મનુષ્ય ધર્મ છે. શુદ્ધપ્રેમ મનુષ્યને પ્રભુ તરફ પ્રેરે છે અને પ્રેમી મનુષ્યમાં સેવાભાવના અને ત્યાગઢત્તિ વિકાસ થાય છે. ગુજરાતી સાહિત્યમાં ધીરે ભકત, દયારામ, અખે વિ. અનેક કવિઓએ પ્રભુભકિતનાં અનેકપદ રચ્યાં છે. મીરાંબાઈનાં પ્રભુભકિતનાં પદ લોકપ્રિય છે. એક કવિ લખે છે કે:
પીએ તે પ્રેમનો પ્યાલો, પ્રભુશ્રીનો ભરી પીજે.
સારાંશ કે શુદ્ધ પ્રેમ મનુષ્યને પરમાત્મા તરફ આકર્ષે છે.
ઉપસંહાર અને બેધ : આ જગતમાં પ્રત્યેક મનુષ્ય અન્ય મનુષ્ય તરફ વિવેક, વિનય અને પ્રેમથી વર્તવું જોઈએ એટલું જ નહિ પરંતુ પ્રાણીમાત્ર તરફ પ્રેમભાવના કેળવવી જોઈએ.. મનુષ્ય પ્રેમથી ઉન્નતિના પંથે જાય છે અને પ્રેમથી તે અનેક મનુષ્યનાં હદય જીતી શકે છે, તેથી પ્રત્યેક મનુષ્યની પવિત્ર ફરજ છે કે તેણે કુટુંબમાં, સમાજમાં તથા સર્વત્ર પ્રેમનાં કિરણે પ્રસરે તે બાબત પિતાના લક્ષમાં અહર્નિશ રાખવી જોઈએ, અને અન્ય મનુષ્ય તરફ વિવેક અને વિનયથી વર્તવું જોઇએ અને સર્વદા સારી વાણી બોલવી જોઈએ.
COMMENTS