Sharad Purnima Nibandh Gujarati Ma : Today, we are providing શરદ પૂર્ણિમા મહોત્સવ વિશે નિબંધ ગુજરાતી For class 5, 6, 7, 8, 9, 10, 11 &am...
Sharad Purnima Nibandh Gujarati Ma : Today, we are providing શરદ પૂર્ણિમા મહોત્સવ વિશે નિબંધ ગુજરાતી For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Sharad Purnima Nibandh Gujarati Ma to complete their homework.
શરદ પૂર્ણિમા મહોત્સવ વિશે નિબંધ ગુજરાતી - Sharad Purnima Nibandh Gujarati Ma
- વિષય પર આવવું.
- આકાશમાં શોભતા ચંદ્રનું વર્ણન
- એ તહેવાર પાળવાનું કારણ
- હાલ એ તહેવાર કેવી રીતે ઉજવાય છે તેનું વર્ણન
- સુરતમાં ચંદની પડવાને તહેવાર
- અસલ એ તહેવાર કેવી રીતે ઉજવાતે તેનું વર્ણન
આસો માસે શરદપૂનમની રાત જો,
ચાંદલીઓ ઊગેરે સખી મારા યોકમાં;
શરદપૂનમની રાતે ગરબા ગાતી આપણી બેનોને બચપણથી મોઢે થઈ ગએલી આ લાડકી ગરબી છે. આ ગરબી બતાવી આપે છે કે એ તહેવાર આપણા જીવન સાથે કેટલો બધો ઓતપ્રેત થઈ ગયે છે.
પૂનમને દિવસે ઊગતો ચંદ્રમા આનંદ આપે છે, પણ શરદપૂનમનો ચંદ્ર જોઈ આપણા દિલમાં અવર્ણનીય આનંદ ઉપજે છે. અસાડ અને શ્રાવણ માસમાં આકાશ કાળાં ભયાનક વાદળોથી છવાઈ જાય છે; ભીષણ મેઘગર્જના થાય છે; વીજળીઓ ચમકે છે; જાણે આખી કુદરત હાવરી બની હેય એવું લાગે છે. પણ આસો માસ બેસતાં વરસાદ વરસી વાદળાં વિખેરાઈ જાય છે. ફીણના ફીસોટા જેવી કે રૂના ગાભલા જેવી ધોળી નાની વાદળીએ ઉંડા આકાશમાં તરતી માલમ પડે છે. રાત્રે બધાં નક્ષત્રો પૂર બહારમાં પ્રકાશે છે, અને નક્ષત્રનાથ ચંદ્રમાનું તે કહેવુંજ શું! ઉંડા આકાશમાં અમૃતથી ભરેલા ચાંદીના થાળ જેવો ચંદ્રમા પર્વતો, નદીઓ, ટેકરીઓ, વનો અને ઉપવનો પર પોતાનાં અમૃત જેવાં કિરણો પાથરે છે, અને મનુષ્ય, પશુપક્ષી ને વનસ્પતિને શાંતિ, આનંદ અને આરામ આપે છે.
કામ પછી આરામ કે આનંદ જરૂરનો છે. સખત કામ કર્યા પછી આનંદ ભાગવવાથી થાક ઉતરી જાય છે અને બીજાં કામ કરવાનો ઉમંગ થાય છે. આ નિયમ સમજીનેજ આપણા વડવાઓએ શરદપૂનમનો તહેવાર ઉજવવાની ગોઠવણ કરેલી.
ચોમાસું એ ખેડુતોને સખત કામ કરવાની ઋતુ છે. એ ઋતુમાં ખેતરોમાં સખત કામ કરી, ચોમાસુ પાક પકવી થાકેલા ખેડુતોએ, જ્યારે ચારેગમ કુદરતમાં આનંદ આનંદ થઈ રહેતો, ત્યારે થાક ઉતારી તાજ થવા આ તહેવાર ઉજવવા માંડયો હતો.
આજે એ તહેવાર શી રીતે ઉજવાય છે તે જોઈએ. આપણે ત્યાં નવરાત્રિની શરૂઆતથી ગરબા ગવાવા શરૂ થાય છે. પુનેમને દિવસે પૂર્ણ ખીલેલા ચંદ્રની ચાંદનીમાં શહેરો ને ગામોના મહોલ્લાઓમાં ગરબાની રમઝટ ઉડે છે. ગામડામાં તો કોઈ માતા કે મહાદેવના દહેરા આગળ ગામડાની સ્ત્રીઓ ભેગી થાય છે, અને રાસડાઓ અને ગરબાઓ ગાઈ કુદરતી આનંદને પિતાના મધુરસ્વરથી અનેક ગણો વધારી મૂકે છે.
નવી ડાંગરના પૌઆ અને દૂધ, સાકર નાખી ચંદ્રમાને ધરાવવામાં આવે છે. મંદિરોમાં પણ ઉત્સવ થાય છે. વૈષ્ણવનાં મંદિરોમાં કેટલેક સ્થળે દેવને ચાંદનીમાં પધારવામાં આવે છે ને ભાવિક વૈષ્ણવો ટેળાબંધ દર્શન કરવા જાય છે.
વોતોસોમોયોપોનોરોઘોછોદોજોહે ણોણીણા ધોત્રો
ગામડાના લોકો પોતાના વાડાઓમાં, અને શહેરી પિતાની અગાસીમાં, ચંદ્રનાં શીતળ કિરણમાં બેસી આનંદથી દૂધપૌંઆ જમે છે ને આનંદ કરે છે.
આ પૂનમ પછીના પડવાને સુરતમાં ચંદની પડવે કહે છે. સુરતમાં એ માટે તહેવાર ગણાય છે. એ દિવસે મિઠાઈવાળાની દુકાને એર શોભા થઈ રહે છે. દુકાનેને આગળ વધારવામાં આવે છે. મિઠાઈ પર સોનારૂપાનાં વરખ ચૂંટાડી મન લલચાવે એવી રીતે તાવડાઓમાં તે ખડકવામાં આવે છે. દુકાનદારો દુકાનને આશપાલવનાં તારણે બાંધી શણગારે છે. રાત્રે દુકાનમાં વીજળીના દીવાથી બધું ઝાકઝમાળ થઈ રહે છે. શહેરના લોકો કેટલાક પિતાની ગાડીમાં બેસીને, કેટલાક ભાડાની ગાડીમાં, અને કેટલાક પગે ચાલતા સ્ટેશન તરફ ફરવા જાય છે. સ્ટેશન પરની દુકાનેની શોભા એર થઈ રહી હોય છે. વિજળીના દીવાથી ઝગઝગી રહેલી દુકાનમાંથી ગ્રામેફેનનાં ગાયને સંભળાય છે. લોકો મિઠાઈ ખરીદી સ્ટેશન પરના બાગમાં બેસી આનંદથી ખાઈ મોડી રાત્રે ઘેર પાછા ફરે છે.
હિંદુસ્તાનમાં ઘણા જુના વખતથી આ તહેવાર ઉજવાય છે. મગધ રાજ્યમાં મૌર્યવંશને જ્યારે અમલ હતા ત્યારે આ તહેવાર ત્યાંના પાટનગર પાટલિપુત્રમાં બડીધામધૂમથી ઉજવાત.
એ તહેવારને દિવસે રાજનગરના રસ્તા સાફ થતા. શેરીએ શેરીએ પાણી છંટાતાં, બારણે તેણે બંધાતાં, અને પાટલિપુત્રની સુંદરીઓ પોતપિતાના બારણામાં રંગબેરંગી સાથીઆ પૂરતી. મંદિરમાંથી પૂજાના ઘોષ સંભળાતા અને વૃક્ષો ઉપર ધજા ને દીવા લટકાવવામાં આવતાં.
રાજમહેલની આસપાસ પુષ્પોની વાસવાળું સુંગધીદાર પાણી છાંટવામાં આવતું. રાજમહેલને દરવાજે મોતીનાં તેરણું બંધાતાં. થાંભલા ઉપર ફૂલની માળાઓ વટાળવામાં આવતી. મહેલના અંદરના ભાગમાં ફૂલના બિછાનાં બિછાવાતાં અને રત્ન જડેલી દીવીઓમાં સુગંધીદાર તેલ પુરી દીવા. સળગાવવામાં આવતા.
રાત્રે રાજરાણી હીરામોતીના દાગીના પહેરી રાજગાર સમક્ષ ચંદ્રની પૂજા કરતી; ચંદ્રમાને અબીર અને શ્વેતપુષ્પ ચઢાવતી અને રાજા પ્રજાનું કલ્યાણ કરવા પ્રાર્થના કરતી.
દિવસે શહેરમાં પુષ્કળ તમાશા થતા. સાપના ખેલ કરનાર ગાડીઓ, કુસ્તી કરનાર મલ્લો, તીર મારવામાં કાબેલ તીરંદાજે, ઇંદ્રજાળના પ્રયોગ કરનારાઓ અને નાચ કરનારી છોકરીઓના મહેલે મહેલ્લે તમાશા થતા. નગરજને તે જોઈ આનંદ પામતા.
ચંદની રાતે ઉંચા આકાશ સાથે વાત કરતા સફેદ દૂધ જેવા આરસના બાંધેલા પિતાના મહેલમાં નગરના ધનિક લોકો પોતાના મિત્રને બોલાવી મેટી મીજલસ કરતા, રામજણીઓના નાચ કરાવતા અને સંગીતના મેટા જલસા ગોઠવતા. આમ અસલના વખતમાં પણ આ તહેવાર ઉજવાતું હતું
COMMENTS