Sardar Vallabhbhai Patel Essay In Gujarati Language : Today, we are providing સરદાર વલ્લભભાઈ પટેલ નિબંધ ગુજરાતી For class 5, 6, 7, 8, 9...
Sardar Vallabhbhai Patel Essay In Gujarati Language : Today, we are providing સરદાર વલ્લભભાઈ પટેલ નિબંધ ગુજરાતી For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Sardar Vallabhbhai Patel Essay in Gujarati Language to complete their homework.
સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી નિબંધ - Sardar Vallabhbhai Patel Essay in Gujarati
સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના એક મહાન નેતા હતા. તેઓ ગુજરાતના પનોતા પુત્ર હતા. તેઓ લોખંડી પુરુષ' તરીકે જાણીતા હતા. Read also : મહાત્મા ગાંધી ગુજરાતી નિબંધ
વલ્લભભાઈનો જન્મતેમના મોસાળ નડિયાદમાં ઈ.સ. ૧૮૭૫ના ઓક્ટોબરની એકત્રીસમી તારીખે થયો હતો. તેમનું વતન કરમસદ હતું. તેમના પિતા ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતા. વલ્લભભાઈની માતાનું નામ લાડબાઈ હતું. વલ્લભભાઈના એક ભાઈનું નામ વિઠ્ઠલભાઈ હતું. તેઓ પણ દેશભક્ત હતા. વલ્લભભાઈ બાળપણથી જ ખૂબ હિમતવાળા હતા.
કાયદાના વિશેષ અભ્યાસ માટે વલ્લભભાઈ ઇંગ્લેન્ડ ગયા હતા. ત્યાંથી પાછા આવીને તેમણે અમદાવાદમાં વકીલાત શરૂ કરી. અમદાવાદની મ્યુનિસિપાલિટીનાં પ્રમુખ તરીકે તેમણે સેવાઓ આપી હતી. ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી તેમણે વકીલાત છોડી દીધી. તેઓ આઝાદીની લડતમાં જોડાઈ ગયા. તેઓ અનેકવાર જેલમાં ગયા હતા.
ઈ. સ. ૧૯૨૮માં બારડોલીના ખેડૂતોએ સત્યાગ્રહ કર્યો. વલ્લભભાઈ તેમના નેતા હતા. એ સત્યાગ્રહ સફળ થયો. ત્યારથી વલ્લભભાઈ “સરદાર' તરીકે ઓળખાયા.
વલ્લભભાઈ સ્પષ્ટ વક્તા હતા. તેઓ એક વાર જે નિર્ણય લે તે છોડે નહી. તેઓ મક્કમ મનના હતા. તેઓ નીડર અને નિર્ભય હતા. તેથી તેમને સૌ લોખંડી પુરુષ' કહેતા હતા.
ઓ ભારતના પ્રથમ ગૃહપ્રધાન અને નાયબ વડાપ્રધાન તરીકે તેઓ ઘણા સફળ રહ્યા હતા.
ઈ.સ. ૧૯૪૭માં ભારતને આઝાદી મળી. એ સમયે હિન્દુસ્તાનમાં લગભગ ૬00 જેટલાં દેશી રજવાડાં હતાં. આ સર્વ દેશી રાજ્યોને કુનેહથી ભારતસંઘ સાથે જોડી દીધાં, આ ઘણું મુશ્કેલ કાર્ય તેમણે પાર પાડ્યું.
ઈ.સ. ૧૯૫૦ના ડિસેમ્બર માસની ૧૫મી તારીખે સરદાર વલ્લભભાઈ પટેલનું અવસાન થયું.
ભારતને આઝાદી મળી. આ આઝાદીને સ્થિર અને દઢ બનાવવામાં વલ્લભભાઈનો ફાળો ઘણો મોટો છે.
ભારતના ઇતિહાસમાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સુવર્ણ અક્ષરે લખાયું છે.
💐💐💐
ReplyDeleteto pachi kakhbai kai gayu
ReplyDelete