Koyal Essay in Gujarati Language : Today, we are providing કોયલ વિશે ગુજરાતી નિબંધ For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students ca...
Koyal Essay in Gujarati Language : Today, we are providing કોયલ વિશે ગુજરાતી નિબંધ For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Koyal Essay in Gujarati Language to complete their homework.
કોયલ વિશે ગુજરાતી નિબંધ - Koyal Essay in Gujarati Language
વસંતઋતુમાં જ્યારે વનસ્પતિ ખીલી રહી હોય છે, અને આંબા મહોરથી લચી રહ્યા હોય છે ત્યારે કોયલ કુઉઉ, કુઉઉ' અવાજ કરી આંબાવાડીઆં અને વાડીઓ ગજવી મૂકે છે. એ કોણ હશે કે જેણે આંબાડાળે બેસીને ટહૂકતી કોયલને નહિ સાંભળી હોય ! એનો અવાજ મીઠો છે. પણ એના અવાજ ઉપરથી એના રૂપની કલ્પના કરીએ તે જરૂર આપણે છેતરાઈએ. કોયલ મીઠો ટહુકાર કરે છે, પણ પોપટ, મોર કે મરધા જેવું એ સુંદર પક્ષી નથી.
યુરોપ અને હિંદુસ્તાનની વાડીઓમાં કોયલ જોવામાં આવે છે. કહે છે કે કોયલ માળો બાંધી રહેતી નથી અને પોતાનાં ઇંડા પોતે સેવતી પણ નથી. કાગડાના માળામાં એ ઈંડાં મૂકે છે. ભોળી કાગડી પોતાનાં ઈંડાં સમજી તેને સેવે છે, અને બચ્ચાં ઊડતાં શીખે ત્યાંસુધી જીવજંતુ લાવી તેને ખવડાવી મોટાં કરે છે. ઊડતાં શીખ્યા પછી તરતજ કોયલનું બચ્ચું કોયલના ટોળામાં ભળી જાય છે. એટલા માટે સંસ્કૃતમાં કોયલ પરભૃત કહે છે. પરભૃત એટલે જેનું બીજાએ ભરણપોષણ કરેલું છે એવી.
કોયલ બહુ આનંદી પક્ષી છે. ટહુકે છે ત્યારે એકસામટું ટહુકે છે. એને જોઈ કોઈ એના ટહુકાના ચાળા પાડે તે એ ઉશ્કેરાઈ ઘણુંજ ટહુકે છે.
કોયલના સુંદર ટહુકાને લઈ એ કવિઓનું માનીતું પક્ષી થઈ પડયું છે. યુરોપના અને હિંદુસ્તાનના પ્રાચીન અને અર્વાચીન બધા કવિઓએ કોયલ વિષે કવિતાઓ લખેલી છે; પણ કોયલની જાતમાં કોણ ટહુકતું હશે ? નર કોયલ કે માદા કેયલ? સંસ્કૃતમાં તો નર કોયલ ટહુકે છે એમ વર્ણન કરેલું છે. આપણું ગુજરાતી કવિઓએ કોયેલડી ટહુકે છે એમ વર્ણન કરેલું છે. ત્યારે એ બધામાં ખર કોણ? નર કોયલ ટહુકે છે એમ કહેનારજ ખરા છે. પશુપંખીનું અવલોકન કરતાં જણાય છે કે ઘણુંખરું નરજ રૂપાળો હોય છે અને નરનોજ અવાજ મધુર હોય છે. સિંહ, વાઘ, મરઘો અને મોર, સિંહણું, વાધણુ, મરધી અને ઢેલ કરતાં રૂપાળા અને સારો અવાજ કરનારા હોય છે. પોપટની માફક કોયલને લોકો પાળતા કેમ નહિ હોય?
COMMENTS