લગ્નને આદર્શ નિબંધ ગુજરાતી - Ideal Marriage Essay In Gujarati Language સૃષ્ટિની રચના તપાસો. તેમાં અનેક જીવજંતુઓ, પશુપક્ષીઓ, પ્રાણપદાર્...
લગ્નને આદર્શ નિબંધ ગુજરાતી - Ideal Marriage Essay In Gujarati Language
સૃષ્ટિની રચના તપાસો. તેમાં અનેક જીવજંતુઓ, પશુપક્ષીઓ, પ્રાણપદાર્થો દષ્ટિગોચર થાય છે. એ તમામ પદાર્થો પ્રથમ ઉત્પન્ન થયા હશે; અમુક કાળથી પિષણ મળતું આવ્યું હશે, તેથી અત્યારે આસ્તત્વમાં છે. જગતના દરેક પદાર્થને ઉત્પન્ન કરનાર કઈ શક્તિ છે, અને તેને પોષણ કરનાર પણ કઈ શક્તિ છે. એ બંને શક્તિના સહચારથી આ જગત નભી રહ્યું છે. ઉત્પન્ન કરનાર અને પિષણ કરનાર એ બંને શક્તિઓ સાથે કામ કરે, તેજ પ્રત્યેક પદાર્થનું જગતમાં અસ્તિત્વ હોઈ શકે. એક જાતની શક્તિથી કાંઈ બને નહિ. પારસ્થિતિની અનુકૂળતા સિવાય એકલા બીજથી વૃક્ષ થાય નહિ, તેમ પરિસ્થિતિની ગમે તેટલી અનુકૂળતા હોય તે પણ બીજ સિવાય વૃક્ષ નીપજે નહિ. અર્થાત બીજ પણ જોઈએ અને તેને ઘટતું પિષણ પણ જોઈએ. આ પ્રમાણે ઉત્પન્ન કરનાર અને પોષણ કરનારના બળ ઉપર જગતની રચના ટકી રહેલી છે.
પ્રાણિમાત્રમાં મનુષ્ય એક છે. તેમાં સ્ત્રીપુરુષની જાતિ નિર્માણ થએલી છે. પુરુષ ઉત્પન્ન કરનાર છે, અને સ્ત્રી પિષણ કરનાર છે. ઉત્પન્ન કરનારને જે બળ, પરાક્રમ આદિ ગુણે જોઈએ, તે ગુણ મેટે ભાગે કુદરતે પુરુષમાં નિર્માણ કર્યા છે અને પોષણ કરનારમાં જે નરમાશ, પ્રેમ આદિ ગુણે જોઈએ, તે ગુણે સામાન્યતઃ સ્ત્રીમાં નિર્માણ કર્યા છે. તીવ્ર બુદ્ધિમાંથી બળ, પરાક્રમ આદિ ગુણો જન્મ પામે છે, અને નરમાશ, પ્રેમ આદિ ગુણે હૃદયમાંથી જન્મ પામે છે. આ રીતે બુદ્ધિના ગુણે પુરુષમાં હોય છે, અને હદયના ગુણે સ્ત્રીઓમાં હોય છે. આ સામાન્ય નિયમ છે, અને એજ કુદરતી બંધારણ છે. તેમાં અપવાદ પણ હોય છે, અને તેમના વિકાસને ક્રમ પણ એ રીતે યોજાએલો છે.
આ પ્રમાણે સ્ત્રીપુરુષના ગુણેમાં ભેદ છે. આ ભેદ છે, તેથી જ અમુક શક્તિઓની દરેકમાં ઉણપ રહે છે. પુરુષો જે બુદ્ધિબળનાં કામ કરી લક્ષ્મી, સત્તા, આબરૂ, વગેરે ઉપાર્જન કરી શકે, તે સામાન્ય રીતે સ્ત્રીઓ ન કરી શકે અને સ્ત્રીઓ જે હદયના પ્રેમ વડે તેને જાળવી, સાચવી, કેળવી, ઉછેરી, સૌને કલ્યાણકારક બનાવી શકે, તે મેટે ભાગે પુરુષ ન કરી શકે. આ કારણથી સ્ત્રી પુરુષને એક બીજા સાથે ગાઢ મિત્રતાથી જોડાવાની અપેક્ષા રહે છે. આ અપેક્ષા કુદરતી છે. પ્રત્યેક સ્ત્રી પુરૂને જીવનની મુસાફરી કરવાની છે, અને તેમના જીવનની સફળતા તેમના આત્મકલ્યાણમાં છે, પરંતુ આ સર્વે એક હાથે થતું નથી. જે અનુકૂળ સ્વભાવનાં સ્ત્રીપુરુષ વચ્ચે મિત્રતા બંધાય, તેજ જીવનનું કલ્યાણ સાધવામાં સફળતા મળે. નીચેનું દષ્ટાંત આ વસ્તુ સમજવામાં ઠીક થઈ પડશે.
આંધળા લંગડાની ભાઈબંધીની વાત સ.ને જાણીતી છે. આંધળો દરરોજ ખુણે પસીને રડયા કરે, ને કહે, હે ભલા ભગવાન! મારામાં સર્વ શારીરિક અને માનસિક શકિતઓ છે; ફક્ત એક આંખની શક્તિ નથી, તેથી હું જગતને નિહાળી શકતા નથી. આંખ નહિ હોવાથી હું શી રીતે મારા શરીરનું પાલન પોષણ કરી શકું? મહદ્ કાર્યો કરવાની ઘણુએ ઈચ્છા થાય છે, પણ શું કરું? મારા જીવનમાં નથી સાધી શકાવાનું દહનું કલ્યાણ, કે આત્માનું કલ્યાણ! નથી મળવાનું ક્ષણિક સુખ કે શાશ્વત સુખ! રખડીરઝળી પૂરી નૂરી આખરે મારે મરવાનું! મનુષ્યદેહ તે મળ્યો, પણ તે નિરર્થક ગયે ! હે ભગવાન ! જે તે આખે આપી હોત, તે જગત જોવાનું મળત, સાંસારિક સુખે ભાગવત, આપ્તજનોનાં હદયને ઠારત, જગતજનેને હળતા મળત, ને આત્મભાવ અનુભવત. આ રીતે કંઈ જીવ્યાનું સાર્થક થાત.
એક લંગડો પણ અપંગ હોવાને લીધે આ પ્રમાણે જ દુઃખી થયા કરે. બંનેને જીવનના માર્ગ ગુંચવણ ભરેલા લાગે, ને દુઃખી થયા કરે. તેને ઉકેલ કેઈ ન કરે.
એક વખતે એક સાધુ લંગડા પાસે જઈ ચઢયો, ને અપંગને કહ્યું, હે અપંગ ! તારામાં જે અપૂર્ણતા છે, તે હું પૂર્ણ કરી આપું. આ મનુષ્યજીવનને સફળ અને સુંદર બનાવવાની તારી ઈચ્છા છે ? અપંગે આનંદમાં આવી જઈ કહ્યું, હા, મહારાજ તુરત એ સાધુપુરુષ અપંગને ઉંચકીને પેલા આંધળા પાસે લઈ ગયો. આંધળાને પૂછ્યું, હે ભાઈ, તારામાં રહેલી અપૂર્ણતા દૂર કરવાનું સાધન તારે જોઈએ છે? તારા જીવનનું કલ્યાણ તારે સાધવું છે? આંધળાએ ખૂશ થઈને કહ્યું, હા મહારાજ. ત્યારે તમે બંને ભાઈબંધી કરે. જે જે, આપત્તિમાં દૂર થશો નહિ; પ્રેમપૂર્વક ચાહજે ને સહેજો. જીવનનાં કર્તવ્ય અજાવવામાં આળસ કરશે નહિ. ક્ષણિક મેહમાં પડી જિંદગી બરબાદ કરશે નહિ. જો તમે બંને જીવનમાં એકભાવ અનુભવશે, તે જ સુખી થશે.એ પ્રમાણે ઉપદેશનાં વચને કહી સાધુપુરુષ ચાલ્યો ગયો.
હવે આંધળો લંગડે સંસારની મુસાફરી કરે છે. આંધળાને ખભે લંગડે બેસે છે. આંધળાને ઊંચકવામાં હીણપત નથી, ને લંગડાને ઉપર બેસવામાં અભિમાન નથી. તેઓ જાણે એકજ શરીરના અવય હેય, તેમ એકભાવ અનુભવે છે. બંનેમાં આત્મભાવ જામી ગયો છે. તેઓ પિતાપણું વિસરી જઈ એકરૂપ બની ગયા છે. અને દેવી આનંદ અનુભવતા થઈ ગયા છે.
આ દષ્ટાન્ત લગ્નનું ગૂઢ રહસ્ય સૂચવે છે. હૃદયના પ્રેમથીજ જગતને જોઈ શકાય છે. પ્રેમથી જગત જેવા માટેની આંખો. પુરુષને નથી, માટે તે આંધળે છે. સંસારના હાથપગ પુરુષ છે. તે હાથપગ વિના સ્ત્રી અપંગ છે. માટે જીવનની મુસાફરી સરળ બનાવવા બંનેનું જોડાણ આવશ્યક છે. આ જોડાણ વજલેપનું હોય, તેજ કલ્યાણકારક નીવડે ને તેઓ સંસારની ફરજો બજાવી શકે.
આ આંધળા લંગડાની જેમ સ્ત્રીપુરુષની મૈત્રી તે લગ્ન કહેવાય છે. જીવનનું વહેણ એક માર્ગમાં રસવાળું હોય, ત્યારે દીલની એકતા થાય; અને દીલ એકરૂપ બને ત્યારે મૈત્રી બંધાય. જીવનમાં એવી મૈત્રી થવી એ લગ્નને હેતુ છે.
લગ્ન થાય એટલે સ્ત્રીપુરુષ પતિપત્ની થાય. અને ગૃહસ્થાશ્રમી અને. ગૃહસ્થાશ્રમ એ નાનું જગત છે. જે નિયમે જગતની રચના સુંદર બની શકે છે, તે જ નિયમે સ્ત્રી પુરુષના સચારથી ગૃહસ્થાશ્રમ પણ સુંદર બની શકે. પરંતુ પુરુષ સ્ત્રીના ગુણ ધારણ કરે, અથવા સ્ત્રી પુરુષના ગુણ ધારણ કરે, તે ગૃહસ્થાશ્રમની નિષ્ફળતા છે. ઉપરના દષ્ટાતમાં આંધળો લંગડાની ફરજ બજાવવા જાય, અગર લંગડે આંધળાની ફરજ બજાવવા ઈચ્છે, તે તેમનું નાવડું કેવી રીતે હંકારાય! સ્ત્રી પુરૂના ગુણને વિપર્યય એ અકુદરતી છે, અને ગૃહસ્થાશ્રમના તમામ જાતના કંકાશની ઉત્પત્તિ કરનાર છે. પત્ની પતિરૂપ થવા જાય, કે પતિ પત્નીરૂપ બનવા જાય, તે એ પતિપત્નીનો ગૃહસ્થાશ્રમ કેમ સફળ થાય? પતિ તે પતિ જ રહે, અને પત્ની તે પત્નીજ બને; છતાં બંનેના સ્વાર્થ એક થાય, ભેદભાવ નીકળી જાય, અને વજલેપની. મૈત્રી જામે, તેજ આદર્શ ગૃહસંસાર નીવડે.
COMMENTS