Good manners Essay in Gujarati Language : Today, we are providing " સારી રીતભાત ગુજરાતી નિબંધ " For class 3, 4, 5, 6, 7, 8, 9, ...
Good manners Essay in Gujarati Language : Today, we are providing "સારી રીતભાત ગુજરાતી નિબંધ" For class 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Essay on Good Manners in Gujarati Language to complete their homework.
સારી રીતભાત ગુજરાતી નિબંધ - Good manners Essay in Gujarati Language
- આપણે સારી રીતભાત શા માટે રાખવી જોઈએ ?
- નિશાળમાં બધાં સાથે કેવી રીતે વર્તવું જોઈએ?
- જાહેર મિલ્કત કેવી રીતે જળવાય? આપણે શું કરવું જોઈએ?
- આપણે પહેરવેશ કે હવે જોઈએ? શરીરસ્વરછતા જાળવવા શું શું કરવું? ૫.
- પરિષદમાં, મેળાવડામાં, કે સભામાં વર્તન કેવું રહેવું જોઈએ?
- સારી રીતભાત જાળવવાના બીજા કોઈ પ્રસંગે છે?
- સુંદર સ્વરૂપ સારું કે સુંદર તિભાત? સારાંશ.
“સુંદર સ્વરૂપ કરતાં સુંદર રીતભાત વધારે સારી છે.”
આપણું જીવનમાં આપણે ઘણું માણસોના સંબંધમાં આવવું પડે છે. તે વખતે એક સારા વિદ્યાથીને છાજે, એવી રીતે આપણે વર્તન રાખવું; કે જેથી સામાનું દીલ રાજી રહે અને આપણું સારું દેખાય. વિદ્વાનની વિદ્યા અને લક્ષ્મીવાળાની લક્ષ્મી સારી રીતભાતથી શોભી ઉઠે છે; અને તે ઉપરાંત પ્રત્યેક વિદ્યાર્થીમાં રહેલા બીજા ગુણે પણ સુંદર રીતભાતથી પ્રકાશી ઉઠે છે. આ કારણથી સારી રીતભાત જાળવવાના કેટલાક પ્રસંગે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ.. '
જે નિશાળમાં આપણે અભ્યાસ કરતા હોઈએ, તે નિશાળના 'બધા શિક્ષક તરફ આપણે માનભરી દૃષ્ટિથી જોવું જોઈએ, અને તેમને નિશાળમાં, રસ્તામાં કે જ્યાં મળે ત્યાં નમન કરવું જોઈએ. શિક્ષક વર્ગમાં આવે ત્યારે તેમને ઉભા થઈને માન આપવું જોઈએ. અને જાય ત્યારે પણ ઉભા થવું જોઈએ. કઈ સંભાવિત ગૃહસ્થ નિશાળમાં આવે, ત્યારે આપણું શિક્ષકની સાથે તેમને માન આપવામાં આપણે પણ જોડાવું જોઈએ. શિક્ષક શીખવે તે વખતે એકાગ્રચિત્તથી ધ્યાન આપવું. બાલીશ પ્રશ્નો પૂછી વૃથા કાળક્ષેપ કરે નહિ. કામસર મુખ્ય શિક્ષક પાસે આપણે જવું હોય, તે વિનયપૂર્વક રજા ભાગીને જવું જોઈએ. શિક્ષકે એ આપણું ભલું ઈચ્છનાર વડીલો છે. વડીલોની વાતચીતમાં આપણાથી વચમાં બેલી ઉઠાય નહિ, પણ જે આપણને કંઈ પૂછે, તે તેને જવાબ આપણે તુરત અને નીડરતાથી પણ વિનયથી આપવો જોઈએ.
શાળામાંથી કે કોઈ જાહેર પુસ્તકાલયમાંથી ચોપડીઓ, માસિકે, કે વર્તમાનપત્રો આપણે વાંચવા માટે લઈએ, તે જાળવીને વાંચવા જોઈએ, અને સારી સ્થિતિમાં પાછાં વાળવાં જોઈએ. વાચનાલયોમાં મોટેથી વાંચી કેઈને ખલેલ કરવું નહિ, અગર વિવાદ કરીને વાંચનારાઓને ત્રાસ આપવો નહિ. શાળાના અંગની ચોપડીઓ આપણી પાસે હોય, તે પણ જાળવીને વાપરવી. તેમાં લીટા કરી, તેમાંનાં ચિત્રો બગાડી, કે સાહીના ડાઘા પાડી પડીઓ બગાડી નાખવી નહિ. લખતાં સાહીથી આંગળાં ખરડાય નહિ, તેની પુરી કાળજી રાખવી. પેન્સીલ મોંઢામાં ઘાલવી, માથે કલમ લૂછવી, અને શરીર તેમજ કપડાં ડાઘાડુઘીવાળાં ને ગંદાં કરવાં, એ ખરાબ રીતભાત ગણાય છે. આપણું લખવા વાંચવાનાં સાધનો જ આપણી રીતભાત બતાવી આપે છે.
આપણે પહેરવેશ તદ્દન સાદે, સ્વચ્છ, અને બંધબેસ્ત રાખ જોઈએ. ભપકાદાર રહેવું, ફકકડ થઈને ફરવું, છાતી કાઢીને ચાલવું, ડોલતા ડેલતા હીંડવું, ધતીઓને છેડે ખભે નાખીને રખડવું, બદન ઉઘાડું રાખીને ફરવું, પાન ચાવતા ચાલતા કે બીડી ફૂંકતા ફેંકતા રસ્તામાં ચાલવું, આ રીતભાત સારી ગણાતી નથી. આથી બીજા માણસોની દૃષ્ટિએ આપણે હલકા અને અછકલા ગણાઈએ છીએ, અને તેથી આપણું વજન ઘટે છે. વળી આંખમાં પડયા હેવા, નખ વધી જવા, નાકમાં ગૂગાં કે લીંટ રહેવી, દાંત પીળા પડી જવા, મોંઢા ઉપર કે શરીર ઉપર ગરાળા હવા, મોં ઉપર તેલને ચળકાટ હા, આવી બાબતોથી પણ સામા માણસને આપણા સંબંધી બે ખ્યાલ આવે છે. માટે આવી ઝીણી ઝીણી બાબત ઉપર આપણે સંપૂર્ણ ધ્યાન આપવું. દરરોજ નાહી ધોઈ સ્વચ્છ રહેવું અને પાસે રૂમાલ રાખવો કે જેથી જરૂર પડે હાથ, મેં વગેરે સાફ કરી શકાય.
કઈ સંમેલનમાં, મેળાવડામાં કે ભાષણ વખતે આપણે જવાનું હોય, તે નિયત કરેલે વખતે જ ત્યાં જવું. કદાચ મોડું થઈ જાય, તે ચુપકીથી જઈને એક બાજુ બેસી જવું. ચાલતા કામમાં વચ્ચે ગરબડાટ કરે નહિ, સભા વિસર્જન થાય, ત્યારે સ્ત્રીઓ, બાળકે અને સંભાવિત ગૃહસ્થો વિદાય થયા બાદ પાછળથી આપણે જવું જોઈએ. સ્ત્રીઓ સામે હંમેશાં સન્માનની દૃષ્ટિથી જ જેવું, અને તેમને દરેક બાબતમાં પ્રથમ માર્ગ આપો. સ્ત્રીઓની જ્યાં હાજરી હોય, ત્યાં હંમેશાં આપણે બેલવાચાલવામાં, બેસવાઉઠવામાં, ઓઢવા પહેરવામાં પુરેપુરી સભ્યતા જાળવવી. સ્ત્રીઓ સામે કદી એકીટસે જોઈ રહેવાય નહિ, તેમજ તેમની સાથે કદી વાદવિવાદમાં તે ઉતરાય જ નહિ.
ઉપર ગણાવ્યા તે ઉપરાંત, સારી રીતભાત જાળવવાના બીજા ઘણા પ્રસંગે છે. આનંદના જલસા, ધાર્મિક ઉત્સ, લગ્નના ઉત્સવ, મેળા, પરિષદ, ઈનામના મેળાવડા, હરિફાઈની રમતગમત, રાજદરબાર વગેરે સ્થળેએ આપણે અનેક માણસના સહવાસમાં આવવું પડે છે. આવા અનેક પ્રસંગેએ આપણે આપણું વર્તન એક સભ્ય પુરુષને છાજે એવું રાખવું જોઈએ. આપણું વર્તનથી સામાનું દીલ કચવાય નહિ, તેમજ આપણું પ્રત્યે ઘણું ઉત્પન્ન ન થાય એ ખાસ સાચવવું જોઈએ. એટલું તે ચોકસ ધ્યાનમાં રાખવું કે સારી રીતભાતથી જીવનના માર્ગ સરળ બને છે, અને સામાની પ્રીતિ મેળવી શકાય છે. જે આપણને ભવિષ્યમાં અનેક રીતે ફળદાયી નીવડે છે.
COMMENTS