સાચી કુલીનતા નિબંધ ગુજરાતી - Essay on Noble Person In Gujarati Language એક વિદ્વાન કહે છે કે “સિંહ વનમાં રહે છે, તેને હંમેશને રાક મૃગો...
સાચી કુલીનતા નિબંધ ગુજરાતી - Essay on Noble Person In Gujarati Language
એક વિદ્વાન કહે છે કે “સિંહ વનમાં રહે છે, તેને હંમેશને રાક મૃગો વગેરે પ્રાણુઓ છે; તે ભૂખે મરી જાય તો પણ ઘાસ ખાતે નથી; તેવી જ રીતે કુળવાન માણસ ગમે તેટલી આપત્તિઓ આવી પડવા છતાં અધમ કૃત્ય કરવા પ્રેરાત નથી.”
કુળ એટલે વંશ અગર પેઢી. ધર્મ ને નીતિ અનુસાર આચરણ. કરવાની બાપદાદાથી ઉતરી આવેલી સંસ્કૃતિ તે કુલીનતા. ઉમદા સંસ્કારથી ઘડાએલી જીવનના ઉચ્ચ સદાચારયુક્ત રહેણુકરણ તે સંસ્કૃતિ. આ સંસ્કૃતિ આખા વંશની યા કુટુંબની હેય, તો પરંપરાથી ચાલી આવતી કુલીનતા કહેવાય.
જે માણસો મેળવવા યોગ્ય તમામ જાતની વિદ્યા મેળવી: શક્તિસંપન્ન રહે; જગતના કલ્યાણ અર્થે પિતાની શક્તિઓનું બલિદાન આપવા હંમેશાં તત્પર રહે; આ જીવન સત્કર્મ કરવાને માટે છે, એમ અહોનિશ માને; અને તે પવિત્ર પ્રણાલી વારસામાં ઉતારે તે માણસેજ સાચા કુલીન ગણાય. આ પ્રકારનાં કુલીન કુટુંબને જ દુનીઆ હાય, તેમને માન આપે, અને તેમને માટે મરી ફીટે.
આવી કુલીનતા શી રીતે પ્રાપ્ત થાય? પ્રાચીન સાધુ પુરુષે ઊંચા કુળનાં સાત લક્ષણ કહી ગયા છેઃ
(૧) સદાચરણ આચરવા માટે દેહકષ્ટ વેઠવાની શક્તિ,
(૨) ઈન્દ્રિો ઉપર સંપૂર્ણ કાબુ,
(૩) સત્યજ્ઞાનપ્રાપ્તિથી ઈશ્વરનું એાળખાણ,
(૪) સમૃદ્ધિ,
(૫) યજ્ઞકાર્યમાં પ્રવૃત્તિ,
(6) પુત્ર-પુત્રીઓનાં પુણ્યવિવાહ અને
(૭) અન્નનું દાન.
કુલીનતામાં સદાચરણજ પ્રધાન છે. સદાચરણ રહિત હોય તે કુલહીન છે. સદાચરણ યુક્ત જીવન નિભાવતાં જે દુઃખ આવી પડે તે સહન કરવાની શક્તિ હોવી જોઈએ. દુઃખને સમયે સત્યમાર્ગ મૂકી ન દેવાય, તેટલા માટે સત્યજ્ઞાન અને ઈન્દ્રિો ઉપર મન અને આત્માને સંપૂર્ણ કાબુ હેવો જોઈએ. વળી દરેક ધર્મકાર્યમાં તેની પ્રવૃત્તિ હોવી જોઈએ. ન્યાયપુર:સર દ્રવ્યાપાર્જન કરેલું હોવું જોઈએ. સંતાનોને ઉચ્ચ કેળવણું આપી સંસ્કારી બનાવવા જોઈએ. તેમના વિવાહવિધિ બંનેને કલ્યાણકારક ને ધર્મપુર સર હોવા જોઈએ. તેમણે અતિથિ સત્કાર કરવા માટે હમેશાં તત્પર રહેવું જોઈએ. આ સર્વ કુલીનતાનાં લક્ષણ છે.
કુલીનતાથી થતા ફાયદાને વિચાર કરીએ. જે પરકલ્યાણને અર્થે પિતાની શક્તિઓ વાપરે, અને તેમાં અસાધારણ વિજય મેળવે, તે મહાપુ કહેવાય છે. મહાપુરુષે એ દેશનું અમૂલ્ય ધન છે. જે દેશમાં મહાપુરુષો વધારે તે દેશ ઉન્નત હોય છે. દેશની આબાદીને આધાર મહાપુરુષો પર રહે છે. મહાપુરુષો કુલીનતાના સંસ્કારને લીધે બને; કારણકે કુળના સંસ્કારેજ આત્મભોગ આપતાં શિખવે છે. આ સુસંસ્કાર રૂપી બીજના વાવેતરથી ભવિષ્યમાં ઉજ્જવળ કાર્યો રૂપી વૃક્ષે ફાલે છે, અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે.
જ્યાં વિદ્યા, દ્રવ્ય, ને સુખ છે, ત્યાં હંમેશાં કુલીનતા હોય છે, એમ કદી ભાનવું નહિ. વિદ્યાને દુરપયોગ પણ થાય છે. રાવણ વિદ્વાન હતા, પણ તેની વિદ્યા વંઠી ગઈ હતી; ચાણક્યની પાસે વિદા હતી, પણ આખા નંદકુળને નાશ કરવામાં તે વપરાઈ હતી ઔરંગજેબ વિદ્વાન હતા, પણ તેની વિદ્યા ધર્માધપણામાં અને પાપનાં. કામે કરવામાં વપરાઈ હતી; માટે દરેક વિદ્વાન કુલીન છે, એમ ન કહી શકાય. વળી દરેક ધનવાન પણ કુલીન છે, એમ ન ગણ શકાય. ભયંકર પાપાચરણથી પણ તે દ્રવ્યવાન બન્યું હોય. વળી જીવનમાં ઉમદા સુખ જોઈને પણ કુલીન છે એમ ધારી શકાય નહિ. એ સુખો દેખાવનાં પણ હય, અંતરમાં ઘણે સડો પણ હેય. વળી કાઈની ખ્યાતિ–પ્રતિષ્ઠા જેઈને પણ તે કુલીન છે. એમ. ન ધારી શકાય કારણકે તેઓ જાહેરખબરની માફક ખ્યાતિ ફેલાવીને આબરૂદાર ગણવા ઈચ્છનારા હોય, ને કુશળતાથી કામ કાઢી લેવા. માગતા હોય, ટુંકાણમાં, કુલીનતા દરેક માણસના સદાચરણમાં રહેલી છે, અને તે તેનાં કાર્યો ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે.
એક શ્લોકમાં કહેલું છે કે, “દુરાચારી માણસને શીંગડાની નિશાની હોતી નથી, કે જેથી તે તુરત એાળખાઈ આવે. તેવી જ રીતે કુલીન માણસેના હાથમાં પાની નિશાની હોતી નથી, કે જેથી તે તુરત ઓળખાઈ આવે; પણ જે પ્રમાણે તે વચન કાઢે છે, તે પ્રમાણે તેનાં જાત અને કુળ એાળખાઈ આવે છે.”
સદાચરણયુક્ત કુલીનતા ગરીબમાં ગરીબ મજુરેમાં પણ હોઈ શકે, ખેતરમાં કામ કરતા ખેડુતેમાં પણ હોઈ શકે, શ્રીમંતેમાં પણ હોઈ શકે, અને રાજાઓમાં પણ હોઈ શકે. જેનામાં જે પ્રમાણમાં કુલીનતા હોય, તે પ્રમાણમાં તેનું જીવન ઉન્નત હોય.. જેટલે અંશે જે દેશમાં કુલીતતા હોય છે, તેટલે અંશે તે દેશની પ્રજાને. અને સમાજને ઉત્કર્ષ છે.
COMMENTS