Essay on Marriage In Gujarati Language : Today, we are providing આપણું હાલનાં લગ્ન નિબંધ ગુજરાતી For class 5, 6, 7, 8, 9, 10, 11 & 1...
Essay on Marriage In Gujarati Language : Today, we are providing આપણું હાલનાં લગ્ન નિબંધ ગુજરાતી For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Essay on Marriage In Gujarati Language to complete their homework.
આપણું હાલનાં લગ્ન નિબંધ ગુજરાતી - Essay on Marriage In Gujarati Language
- હાલ વરકન્યાને વિવાહ કરતાં કઈ બાબતે જોવાય છે?
- ગુણ, સ્વભાવ, કર્મ, ને સરકારની સમતા કેમ જવાતી નથી?
- હાલનાં આ૫ણું લગ્નના કેટલા પ્રકાર પાડી શકાય?
- પરણેલા, ૨. પરણાવેલા, અને ૩ પરણાવી મારેલા.
- તેમાં લગ્નને ઉચ્ચ આદર્શ જળવાય છે? કેમ નથી જળવાત?
- લગ્ન કરવા-કરાવવામાં કર્યો આંતરિક હેતુ પિવાય છે?
- લગ્નોની આવી પ્રથાથી નારીજીવન ઉપર શી અસર થાય છે?
- આ બાબતમાં કંઈ થઈ શકે? સારાંશ.
સામાન્ય કેટિના મનુષ્યો પુત્ર પુત્રીઓનાં લગ્ન કરવા કરાવવામાં ફકત નીચે દર્શાવેલી બાબતે જુએ છે.
कन्या वरयते रूपं माता वित्तं पिता श्रुतं भोजनं इतरे जनाः ॥
“કન્યા રૂપને પસંદ કરે છે, કન્યાની માતા પૈસે ટકે સુખી હોય તે પસંદ કરે છે. કન્યાને બાપ બેલવા ચાલવામાં મૃત અર્થાત વિદ્વાન હોય તે પસંદ કરે છે અને બીજા સંબંધી માણસે મેમાનગીરી કરે એવો અર્થાત બેલાવે ચલાવે એવો હોય તે પસંદ કરે છે.”
વરકન્યાના ગુણ સ્વભાવ ને કર્મમાં સમાનતા છે કે નહિ, તે બાબત કઈ પણ લગ્નમાં તપાસવામાં આવતી નથી. તેમ એ જેવા બતાવવાના માર્ગ સામાજિક રૂઢિઓને લઈ સમૂળગા બંધ થઈ ગએલા હોય છે. કેઈ પરણનાર જાતે તેમાં આગળ વધી કામ કરવા જાય તે જ બત્રીસીએ ચઢે છે, અને અકુળવાન ઠરે છે. હવે જો ગુણ રવભાવ ને કર્મને મેળ ન હોય તે જીવનમાં અનેક જાતના કંકાશ ઉત્પન્ન થાય છે. એવે વખતે પરણનાર સ્ત્રી પુરુષ આગળ ગમે તે ભોગે ગૃહસ્થાશ્રમ નિભાવવાને આદર્શ રજુ થાય છે અને કમને તે અનુસરાય છે. Read also : કન્યા વિક્રય નિબંધ ગુજરાતી
ચાલુ જમાનામાં આપણાં લગ્નના ત્રણ વર્ગ પાડી શકાય પરણેલા, પરણાવેલા અને પરણાવી ભારેલા. પરણેલાને વર્ગ માટે ભાગે આ જમાનામાં ફક્ત સૌન્દર્યપૂજક હોય છે, ગુણપૂજક નથી હોતે. મોટે ભાગે ફકત વિષયવાસનામાં અંધ બની જઈ ગુણ સ્વભાવ ને કર્મની સમતા નહિ હોવા છતાં, જીવનની સગવડ વિચારી શુક વૃત્તિઓને પિપવા વરકન્યા લગ્નમાં જોડાયાં હોય છે.
પરણાવેલા વર્ગનાં લગ્ન માબાપ અગર વાલીની ઈચ્છાથીજ થએલાં હોય છે. તેમણે પોતાની દષ્ટથી જ પિતાની અને બાળકની સગવડ વિચારી નાની વયમાં જ તેમને પરણાવેલાં હોય છે. Read also : પુનર્લગ્ન નિબંધ ગુજરાતી
પરણાવી ભારેલા વર્ગમાં બળાત્કારે અગર અજાણપણમાં થએલાં લો છે. તેમનાં માબાપ અગર વાલીઓ પોતાના સ્વાર્થમાં અંધ બની વરકન્યાનું દેખીતું અકલ્યાણ હોવા છતાં ને તે જાણવા છતાં તેમને લગ્નથી જોડે છે.
આપણું હાલનાં લગ્ન માટે ભાગે આ ત્રણે વર્ગમાં આવી જાય છે. આ લોમાં પરણનારની વયજ મેટે ભાગે લમની ભાવના ઝીલી શકે તેટલી હોતી નથી, ત્યાં ઉચ્ચ ઉદ્દેશની વાત જ શી કરવી? Read also : લગ્નને આદર્શ નિબંધ ગુજરાતી
એકંદરે હાલમાં આપણું લગ્ન,એ આપણુ અર્ધગતિ સૂચવે છે. વસને માટે થતી ક્રિયાઓ એ આદર્શ લગ્ન ઉપર યોજાએલી છે, પરંતુ એ બધી ક્રિયાઓજ ફક્ત ચાલુ રહેવા પામી છે. અને આદર્શ લગ્નની ભાવનાને લોપ થયો છે. નાની વયમાં થતાં લગ્નને લીધે અને અવિદ્યાને લઈ બાળકે લગ્નનો હેતુ ન સમજે એ સ્વાભાવિક છે, પરંતુ લગ્નના કામમાં જે મુખ્ય કાર્યકર્તાઓ હોય છે. તેઓ પણ હિંદુ ધર્મમાં લગ્નને જે ઉચ્ચ ઉદ્દેશ છે તે સમજતા નથી, એ શોચનીય છે. - હાલનાં આપણું લગ્નમાં મુખ્યત્વે કરીને વિષયવાસના,મોટા
ઈની વાસના, જીવનની સગવડતા અને દ્રવ્ય મેળવવાની લાલસા કિંત પિવાય છે. લગ્નની ઉચ્ચ ભાવના કેઈપણ લગ્નમાં દષ્ટિગોચર થતી નથી. વેપારના સોદાની જેમ લગ્ન એ સામાન્ય વ્યવહાર થઈ પડે છે, અને માજશેખના સાધન તરીકે, વૈભવની નિશાની તરીકે, અને ગૃહજીવનની સરળતા ખાતર લગ્ન કરવું–કરાવવું જરૂરનું છે એમ વિચારાયું છે. Read also : Child Marriage Essay in Gujarati
લગ્નની ઉચ્ચ ભાવનાને લોપ થયો, તેથી જ સ્ત્રીઓની દુર્દશા થઈ છે. સ્ત્રીઓને પરીઓની જેમ શણગારવામાં આવે છે તે પુરુષ વર્ગની દુર્વત્તિ પિષવાને માટે જ તેમને નાટક સીનેમા બતાવવા લઈ જવામાં આવે છે, તે પણ દેખાતાં કૃત્રિમ સુખની લાલસામાં અનુકૂળ થવા માટે જ. તેમને ખાનપાનાદિથી રંજન કરવામાં આવે છે, તે વિષયવાસનાને ધાર્યું પોષણ મળે તેટલા માટે જ. આવા સ્ત્રી સમાજમાંથી સંસ્કાર મેળવીને ભવિષ્યની પ્રજા બનવાની છે. તે પછી એ પ્રજા સંસ્કારી થવાની આશા રાખવી એ કેવળ વલખાં છે. માટે સમાજમાં લગ્નની ઉચ્ચ ભાવના કેળવી સ્ત્રી સુધારણાના પ્રશ્નો તુરત હાથ પર લેવા જોઈએ.
COMMENTS