Essay on Exhibition in Gujarati : Today, we are providing " પ્રદર્શન ગુજરાતી નિબંધ " For class 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 &...
Essay on Exhibition in Gujarati : Today, we are providing "પ્રદર્શન ગુજરાતી નિબંધ" For class 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Essay on Exhibition in Gujarati Language to complete their homework.
પ્રદર્શન ગુજરાતી નિબંધ - Essay on Exhibition in Gujarati
- મનુષ્ય જ્ઞાન અને બુદ્ધિ વડે કયાં અને કેવાં કામે કયો છે?
- ટૂંકા જીવનમાં એ અનુભવી શકાય? પ્રદર્શનની ઉપયોગિતા શી?
- પ્રદર્શન કેટલી જાતનાં ભરાય છે? ૧ ખેતીવાડી પ્રદર્શન, ૨ વિદ્યાકળાહુન્નર પ્રદર્શન, ૩ સૃષિવિજ્ઞાન પ્રદર્શન, ૪ સાહિત્ય પ્રદર્શન, ૫ ખાદીપ્રદર્શન, વગેરે.
- શું નાટક, સીનેમા, મેળા, ગુજરી, એ પ્રદર્શન ગણાય?
- દેશના ઉત્કર્ષમાં પ્રદર્શનને ફાળે છે? સારાંશ.
સૃષ્ટિમાં કેટલીક એવી અદ્ભુત વસ્તુઓ છે, કે તે જેવાથી પ્રભુની અનુપમ લીલાને ખ્યાલ આવે છે. સૃષ્ટિમાં ભિન્નભિન્ન ગુણ, સ્વભાવ ને સ્વરૂપનાં અનેક પશુ, પંખી અને જંતુ છે. મનુષ્ય પોતાની બુદ્ધિના સામર્થ્યવડે તેમને કળાથી વશ કરે છે, અને ઉપગી બનાવી સુખસમૃદ્ધિ મેળવે છે. પ્રથમ મનુષ્ય પોતાની જ્ઞાનશક્તિના પ્રભાવે કુદરતની શક્તિઓને નિહાળે છે; અને પછી તેને ઉપયોગમાં લઈ અદ્ભુત કાર્યો કરે છે, ને એહિક સુખો મેળવે છે.
સૃષ્ટિની આ અદ્ભુત શક્તિઓ અને પ્રાણીઓ, તેમજ ભિન્ન ભિન્ન પ્રદેશના જુદા જુદા લોકોએ પોતાની જ્ઞાનશક્તિ વડે ઉત્પન્ન કરેલી હજારે કળાએ ને અભુત કાર્યોને અનુભવ મનુષ્ય ટૂંકી જિંદગીમાં શી રીતે કરી શકે? એવી સગવડ પણ તેને શી રીતે મળે? દેશને પ્રત્યેક માણસ એ લાભ શી રીતે મેળવે ?
આ કારણથી રાજ્ય, પ્રજા અગર કોઈ સંસ્થા, દેશપરદેશથી એવી જેવા જેવી વસ્તુઓ, હુન્નરકળાની ચીજો, તે ન લાવી શકાય તેવી હોય તે તેની છબીઓ અગર નમુનાઓ, પ્રાણીઓ, પક્ષીઓ વગેરે મંગાવી એક સ્થળે એકત્ર કરે છે; અને મુકરર કરેલે વખતે જાહેર પ્રજાને જોવા માટે ખુલ્લી રાખે છે. પ્રજા ઘરને આંગણે, વગર મહેનતે, ને વગર ખર્ચ તેનું અવલેકન કરી ટુંક સમયમાં ઘણો અનુભવ મેળવે છે. આવી ગઠવણને પ્રદર્શન કહે છે.
પ્રજાને તાલીમ આપવા ને પ્રજાની સંસ્કૃતિ વધારવા દરેક દેશમાં અને દરેક રાજ્યમાં પ્રદર્શનો ભરવામાં આવે છે. વિષયવાર, વર્ગવાર, કે ધંધા પ્રમાણે પ્રદર્શન અનેક જાતનાં હોઈ શકે છે.
ખેતીવાડીના પ્રદર્શનમાં ખેતીથી ઉત્પન્ન કરેલી સારી સારી ચીજોના નમુના; ઓછી મહેનતે અને એ છે ખર્ચે સારું કામ થઈ શકે તેવાં ઓજારોના નમુના ઉત્તમ ઉછેરનાં પ્રાણીઓ; પાણી મેળવવાના સાધનોના નમુના; વગેરે હોય છે.
કળાના પ્રદર્શનમાં, ભિન્નભિન્ન તરેહના ભરત, સીવણ ને ગુંથણકામના નમુના, ચિત્રકળાના ઉત્તમ નમુનાફ માટીકામની ઉત્તમ કારીગરીના નમુના; ધાતુ, આરસ, અને લાકડા ઉપર કરેલા ઉત્તમ કાતરકામ ને જડાવકામના નમુના, વણાટકામના સુંદર નમુના, વગેરે હોય છે.
સૃષ્ટિવિજ્ઞાનના પ્રદર્શનમાં, હવા, પાણી, વીજળી, પ્રકાશ વગેરેના અદ્ભુત ચમત્કારે; કુદરતની શક્તિઓ મનુષ્યને કેટલી ઉપયોગી છે, તેના પ્રાગે; અને પદાર્થવિજ્ઞાન, રસાયનશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, વગેરેના પ્રયોગો કરવાનાં ઉત્તમ સાધના નમૂના વગેરે હેય છે.
નાટક અને સીનેમા એ પણ બનાવો અને ઘટનાઓનું પ્રદર્શન છે. શિક્ષણને લગતાં સાહિત્ય અને શિક્ષણપ્રયોગો માટે પણ પ્રદર્શન યોજાય છેજાય છે. સાહિત્યને અંગે પણ પ્રદર્શન ભરાય છે. આ પ્રમાણે વગેવાર અનેક જાતનાં પ્રદર્શન ભરાય છે. તહેવારને દિવસે ભરાતા મેળા, મુકરર થએલા વખતે ભરાતી ગુજરી, એ પણ એક જાતનાં પ્રદર્શન છે. જો કે તેમાં પ્રદર્શનનો હેતુ જળવાતું નથી, ફક્ત ખરીદવકરાની દષ્ટિ રહે છે, તે પણ એવે પ્રસંગે કંઈક કંઈક ઉત્તમ નમુના દાષ્ટગોચર થાય છે.
COMMENTS