Essay on The Aim of My life in Gujarati : Today, we are providing " મારા જીવનનો ઉદ્દેશ ગુજરાતીમાં નિબંધ " For class 3, 4, 5, 6,...
Essay on The Aim of My life in Gujarati : Today, we are providing "મારા જીવનનો ઉદ્દેશ ગુજરાતીમાં નિબંધ" For class 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Essay on The Aim of My life in Gujarati Language to complete their homework.
મારા જીવનનો ઉદ્દેશ ગુજરાતીમાં નિબંધ - Essay on The Aim of My life in Gujarati
હું શું થઈશ, એને હું જ્યારે વિચાર કરું છું, ત્યારે હું બહુજ મુઝાઈ જાઉં છું અને વિચારવમળમાં ગોથાં ખાઉં છું. આ કારણે આ વિકટ પ્રશ્નને વિચાર કરવાનું મેં માંડીજ વાળ્યું છે. મને એમ લાગે છે કે પરીક્ષકે પરીક્ષામાં આવા પ્રશ્નો વિદ્યાર્થીઓને પૂછી મુંઝવણમાં નાંખી તેમના જીવનને શા માટે વધુ હતાશ કરતા હશે ?
મારા બાપદાદાને ધંધે કારીગરીને છે. મારા દાદા વાત કરતા હતા કે આપણી કારીગરી ઠેઠ કાશીના ઝાંપા સુધી વખણાતી, પરંતુ વર્તમાન યાંત્રિક યુગને પરિણામે અમારે હાથકારીગરીને એ હુન્નર નાશ પામ્યો. મારા પિતાએ સારી નોકરી મળે એ હેતુથી મને ભણાવ્યો છે. એમની આશા કેવી સફળ થાય છે એ હવે જોવાનું છે?
અમારી પાસે ઝાઝી મિલ્કત નથી. એક નાનું ઘર, અને થોડી જમીન. મારા પિતા એક કારખાનામાં નોકરી કરે છે. એમના ઉપર અમારા આખા કુટુંબને આધાર. મારી માતા દળણું ખાંડણાં કરતી, પણ સંચા થવાથી એ આવક પણ ગઈ
આ સ્થિતિમાં મારે શું કરવું? જે એંજીનીયર, ડૉકટર, કે વકીલ થવાની ઈચ્છા કરું તે એ મારી શક્તિ વગરની વાત છે. વળી. એ ધંધે મારા વિચારોથી પણ વિરુદ્ધ છે. ડોકટરે રોગે એાછા કરવાને બદલે વધારે છે. વકીલ પ્રજાનું સંપબળ વધારવા કરતાં કંટા-કજીઆ વધારે છે, અને એંજીનીઅરે મોટા સાંચા ચલાવી ભાલની હરિફાઈ કરી હુન્નર કારીગરીને નાશ કરી પ્રજાને બેકાર બનાવે છે. એટલે આ બધું મારા જીવનને અનુકૂળ નથી.
સરકારી નોકરી કદાચ મળી શકે. જો કે સંપૂર્ણ લાગવગ વગર તે બની શકે નહિ. તે પણ નોકરી કરવી એ મારા સ્વભાવને જ અનુકૂળ નથી. સ્વતંત્ર જીવન સૌ કેઇને ગમે, અને મને પણ ગમે.
મારા ભાવિ જીવનમાં મારા આખા કુટુમ્બનું પોષણ કરી શકું એટલી ધનપ્રાપ્તિ તે ભારે કરવી જ જોઈએ. મારા પિતાની ઈચ્છા કઈ દુકાન ભાડે રાખી વેપાર કરાવવાની છે, પણ આપણે વેપાર માત્ર પરદેશી ભાલ ઘુસાડવાનું છે. એ મારા દિલને ખટકે છે; છતાં પણ વેપાર કરવા માટે અમારી પાસે મુડી જ નથી. મારા પિતાને એ મેટી ચિંતા છે. મુડીવાળા વ્યાજમાં, અને દુકાનના માલીકે ભાડામાં કમાણુનો માટે હિસ્સો ખેંચી જાય છે. આ પણ એક મુંઝવણ છે.
દેશ સેવામાં મેં નાની ઉંમરથી બહુ સ્વમાં સેવ્યાં છે. હું કઈ દેશસેવકને જોઉં છું ત્યારે મારી છાતી હર્ષથી ફુલાય છે, પરંતુ હું મારું પિોષણજ કરવાને અશક્ત હોઉં ત્યાં સુધી બીજાની સેવા શું કરવાનું હતું? મારી પાસે નથી વિદ્યા, નથી પૈસો, કે નથી શારીરિક બળ. ધારેક થઈ શકે તેવી સેવા કરું તે પછી મારું અને મારા કુટુમ્બના પિષણનું શું?
આ અંગ્રેજી કેળવણી વિદ્યાર્થીઓને નિષ્ક્રિય અને માબાપને ઉદાસીન બનાવે છે. મેજશોખ, વિલાસ અને એશઆરામ વધારે છે. તે વ્યક્તિત્વને વિચારસ્વાતંત્ર્ય ગુમાવી બેસે છે. નવો ધંધો શરૂ કરવામાં સાહસ, સતત ઉદ્યોગ, વડ, વગેરે જોઈએ, એ તેનામાં રહેતાં નથી. કેળવણથી આપણું ગૌરવ વધ્યું છે એમ માની હલકે ધંધો કરતાં તેમને શરમ આવે છે. આ બધું મારામાં પણ છે એનું હવે મને ભાન થાય છે.
આ બધા સંજોગે જોતાં અને વિચાર કરતાં હું એવા નિર્ણય ઉપર આવું છું, કે જે ધંધાથી કુદરત–પ્રભુના સાનિધ્યમાં રહી શકાય છે, જેનાથી સ્વતંત્ર જીવન ગુજારી શકાય છે, તક મળે દેશસેવાનાં સ્વપ્નાં પણ સિદ્ધ કરી શકાય છે, અને જેથી ભારે લીધે જગતના કેઈ પણ જીવને સહન કરવાનું રહેતું નથી, એ ખેતીને ધંધે હું સ્વીકારીશ, અને ધરતીમાતાને ખાળે જઈ બેસીશ. એક સુંદર વાડી બનાવીશ, તેનાં મીઠાં ફળ ખાઈશ ને ખવરાવીશ, મારા આખા કુટુંબને સહાય કરીશ, અને તેમની સહાય લઈશ. મોટી મુંઝવણ હતી કે હું શું થઈશ ? હવે જવાબ એજ કે આદર્શ ખેડુત ! પ્રભુ ! મારી આશા પૂર્ણ કરે !
COMMENTS