Deshatan Essay in Gujarati Language : Today, we are providing " દેશાટન ગુજરાતી નિબંધ " For class 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ...
Deshatan Essay in Gujarati Language : Today, we are providing "દેશાટન ગુજરાતી નિબંધ" For class 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Deshatan Essay in Gujarati Language to complete their homework.
દેશાટન ગુજરાતી નિબંધ - Deshatan Essay in Gujarati Language
- પરદેશ જવાનું શા માટે રાખવું જોઈએ?
- પરદેશ જવું સાર્થક છે, એમ ક્યારે ગણાય?
- આ બાબતમાં કુદરત આપણને શું કહે છે?
- શું બીજા દેશના લોકે પરદેશગમનથી આગળ વધ્યા છે?
- હિંદના લોકે પરદેશ કેમ જઈ શકતા નથી? છે?
- પરદેશ જતાં કઈ બાબતે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ ?
- જનારની લાયકાત ઉપરજ સફળતાને આધાર સારાંશ.
એક જ દેશમાં વસનાર દરેક મનુષ્ય પોતાના દેશને પિતાની માતૃભૂમિ અથવા સ્વદેશ માને છે. એ સ્વદેશ છોડીને બીજા દેશોમાં મુસાફરી કરવી તેનું નામ પરદેશગમન છે.
ફક્ત મુસાફરી કરવામાંજ દેશાટનની મહત્તા નથી. પરમેશ્વરે મનુષ્યને બીજા પ્રાણીઓ કરતાં બુદ્ધિ અને વિચારશક્તિ વધારે આપેલાં છે. એટલે જે તે દેશદેશ ફરે, નવું નવું જુએ, વિચાર, અનુભવે, નિશ્ચય કરે, અને પછી જીવનને માર્ગ સરળ બનાવે, તેજ દેશાટનનું મહત્ત્વ જળવાય; નહિ તે ગાડીઓ પણ ફરે છે, અને હજારો ખાંડી માલ પણ દરરોજ આવ જા કરે છે; એ પ્રમાણે મનુષ્યો પણ હરે ફરે તે દેશાટનનું મહત્ત્વ જરા પણ નથી.
હલનચલન કરવું, વિકાર થવો, રૂપાન્તર થવું, એ કુદરતને સ્વભાવ છે; અને સૃષ્ટિનાં બધાં અંગેનું જીવનવ્યાપાર છે. વાદળાં નાસાનાસ કરી રહે છે, પૃથ્વી, ગ્રહે, તારાઓ, અને સૂર્યો અનંત બ્રહ્માંડમાં ઘૂમી રહે છે; પશુપક્ષીઓ પણ પ્રભાત થતાંજ રાનેરાન ભટકે છે; એ પ્રમાણે મનુષ્યોએ પણ પૃથ્વી પરના જુદા જુદા દેશમાં મુસાફરી કરવી જોઈએ, અને એ હરવા ફરવાથી જે લાભ મળે, તે મેળવી જીવન ઉચ્ચતમ બનાવવું જોઈએ. કહેવતમાં પણ કહ્યું છે, કે ફરે તે ચરે ને બાંધ્યું ભૂખે મરે.”
ધર્મપ્રવર્તક દેશેદેશ ફરી ધર્મને પ્રચાર કરે છે; વેપારી દેશ પરદેશ ફરી, ધંધાની માહિતી મેળવી સારે વેપાર ખેડે છે; વિદ્વાન દેશ પરદેશ ફરી, વિદ્યારૂપી શક્તિને અનુભવ કરી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે; ખેડુત વિદેશમાં મુસાફરી કરી ખેતીની નવીન રીતે જાણી ખેતીમાં સુધારા કરી શકે છે; શોધકે દેશ પરદેશમાં હરીફરી નવીન શોધે કરે છે; આ પ્રમાણે દુનીઆમાં સૌ કોઈ ઈષ્ટ વસ્તુની સિદ્ધિ અર્થે પરદેશમાં મુસાફરી કરે છેજ.
અર્વાચીન સમયમાં પરદેશગમન કરનારને હિન્દુસમાજ ધર્મભ્રષ્ટ માને છે. કેઈ પરદેશ જાય નહિ, તેને માટે કેટલીક કેમેએ બંધનના ઠરાવો પણ કર્યા છે. આમ છતાં કેટલાક જાય છે, તે નાતવાળા તેઓનો બહિષ્કાર કરે છે. પરદેશગમનના વિરોધીઓ કહે છે, કે પરદેશમાં જનારા માણસો પિતાની સંસ્કૃતિ ગુમાવી ત્યાંની સંસ્કૃતિ મેળવે છે; નહિ ખાવા લાયક પદાર્થોનું ભક્ષણ કરે છે, પિતાના રીતરિવાજોને તિરસ્કારે છે, અને પિતાના ભાઈઓને તુચ્છ ગણું સમાજ પ્રત્યે બેવફા બને છે. આ દલીલેમાંની કેટલીક સાચી પણ હેય, તેથી પરદેશ જવાને રસ્તે બંધ ન કરી દેવાય. દુર્ગધવાળું પાણી પણ વહેતું થઈ જાય, તે એની મેળે જ સ્વચ્છ થઈ જાય છે. વહેતાં પાણીજ હંમેશાં નિર્મળાં રહે. પરદેશગમનનો માર્ગ સદંતર બંધ કરવાથી આપણે ઘરકૂકડી જેવા બની જઈએ, અને તેથી આપણી, આપણુ દેશની, અને આપણું કુટુમ્બની પડતી થયા વિના રહે નહિ.
પરદેશમાં જઈ એકલા પૈસાનાજ દાસ ન બનવું, દરેક દેશને મનુષ્ય બીજાને કેટલો ઉપયોગી છે, તે ઉપરજ તેના દેશની, તે પ્રજાની અને તેની પોતાની કિંમતને આધાર રહે છે, માટે હંમેશાં પરદેશમાંનાં સામાન્ય જનહિતનાં બધાં કાર્યોમાં ભાગીદાર બનવું જોઈએ. કેઈપણ ભેગે પિતાના દેશની પ્રતિષ્ઠા જાળવે એવી લાયકાતવાળા બાહેશ પુરુષોજ પરદેશમાં જાય તેમાં જ તેમનું અને દેશનું કલ્યાણ છે.
પરદેશ જનારા મનુષ્યો ભિન્નભિન્ન મનોવૃત્તિવાળા હોય છે. મનનું વલણ સારું કે ખોટું હોય તે પ્રમાણેજ લાભાલાભ થવાને સંભવ રહે છે. મનનું વલણ સારું તે પરિણામ સારું, અને મનનું વલણ ખરાબ હોય તે પરિણામ સને નુકસાનકારક આવે છે. ટુંકાણમાં મનુષ્યમાં રહેલી સદાચરણની વૃત્તિ ઉપરજ પરદેશગમનની સફળતાને આધારે રહે છે. સાષ્ટસૌન્દર્ય નિહાળવું, કર્તાની ખુબી જેવી અને વિચારવી, અને એ ઉપરથી પ્રભુની અગાધ શક્તિને ખ્યાલ કરવો, એ પરદેશગમનનું અંતિમ રહસ્ય છે.
COMMENTS