Aeroplane Essay in Gujarati Language : Today, we are providing એરોપ્લેન (હવાઈ વિમાન) નિબંધ ગુજરાતી For class 5, 6, 7, 8, 9, 10, 11 &...
Aeroplane Essay in Gujarati Language : Today, we are providing એરોપ્લેન (હવાઈ વિમાન) નિબંધ ગુજરાતી For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Essay on Aeroplane in Gujarati Language to complete their homework.
એરોપ્લેન (હવાઈ વિમાન) નિબંધ ગુજરાતી - Aeroplane Essay in Gujarati
- ઉડ્ડયનના પ્રયાસ.
- બનેની બનાવટ.
- એપલીન, અને ચાલીન.
- એરોપ્લેન-હવાઈ વિમાન.
- એરોપ્લેનની રચના.
- ઉપસંહાર, સાર અસાર.
વિજ્ઞાનની નવી શેમાં એક ચમત્કારી શોધ હવામાં ચાલતી બનવાની છે. આકાશમાં ઊડતાં પક્ષીઓ જોઈ માણસને પણ ઊડવાની ઈચ્છા થઈ આવી; અને તેને માટે જર્મની, ફ્રાન્સ, અમેરિકા, ઈટાલી અને રૂશિઆની પ્રજાએ સેંકડો પ્રયત્ન કર્યો છે. છેવટ તેમાં સફળતા પણ મળી છે. અને મુસાફરીના ઉત્તમ સાધન તરીકે વિમાનની ઉપયોગિતા પુરવાર થઈ છે.
જે પ્રમાણે પાણીથી હલકા પદાર્થો પાણીમાં તરે છે, તે પ્રમાણે હવાથી હલકા પદાર્થો હવામાં પણ તરે, એ સિદ્ધાંત ઉપર બલૂને અને પેલીને રચાયાં છે. ગરમ હવા સાધારણ હવા કરતાં હલકી છે. ગરમ હવા ભરી મેન્સ ગેલ્ફર નામના ભાઈઓએ ૩૫ ફૂટ પહોળું એક ગોળાકાર બલૂન બનાવી, ૬૦૦૦ ફૂટ ઊંચે ચઢાવ્યું. કોલગેસ વાયુ સાધારણ હવા કરતાં 3 ગણે હલકે છે. ગ્રીન નામના અંગ્રેજે એ વાયુ ભરી ૮૦ ફુટ ઊંચું બલૂન બનાવી, ૫૦૦ માઈલની સફર કરી. હૈદ્રોજન વાયુ સાધારણ હવા કરતાં 9 ગણે હલકે છે. ચાર્લ્સ નામના ફ્રેન્ચ વિજ્ઞાનશાસ્ત્રીએ એ વાયુ ભરી ૩૦૦૦ફુટ ઊંચે બલૂન ચઢાવ્યું. સિટેટસ ડયુમેટ નામના એક પુરુષે ફ્રાન્સમાં હવામાં ચાલતી એક મનવાર બનાવી. તેમાં તેને જય મળ્યો. અને તેથી સારા ભવિષ્ય માટે કંઈક આશા બંધાઈ
ગરમ હવા ઠંડી પડતાં બલુન નીચે આવે, કોલગેસ વાયુ ભારે હોવાથી બલૂન વધારે ઊંચે જઈ શકે નહિ; અને હૈદ્રોજન વાયુ સળગી ઊઠે એ હોવાથી અકસ્માતનો ભય વધારે રહે; આમાંથી બચવા માટે અમેરિકામાં “હેલિયમ” નામના હલકા વાયુનો ઉપયોગ થયો. આ દરેક જાતનાં બલૂન પવનની ગતિને આધીન રહેતાં. પવન અનુકૂળ ન હોય તે ગમે તે દિશામાં બલૂન ઘસડાઈ જાય, અને અવારનવાર અકસ્માતે પણ થયા કરે.
કાઉન્ટ પેલીન નામના જર્મન વિજ્ઞાનશાસ્ત્રીએ “પૃપેલીન” નામનું એક નવી ઢબનું વિમાન બનાવ્યું. તે ૪૮૦ ફુટ લાંબું ને ૪૮ ફુટ પહોળું હતું. તે “એલ્યુમિનિઅમ' ધાતુનું બનાવેલું હતું. તેમાં “હૈદ્રાજન વાયુ” ભરવામાં આવ્યો હતો. તેને ધારેલી દિશામાં લઈ જવા માટે પેટ્રોલ એજીન મુકવામાં આવ્યું હતું. આ વિમાન ભાછલીના આકારનું હતું.
ડોકટર હ્યુગો એકનર નામના એક જર્મન વિમાનીએ કાઉન્ટ પલીનનું અધૂરું કાર્ય પૂરું કર્યું. “ગ્રાફ ઝપેલીન' નામનું એક મોટું વિમાન તેણે બનાવ્યું. તેની મારફતે ૭૬ મુસાફરોને લઈ જર્મનિથી અમેરિકા સુધી ૧ કલાકને ૭૦ માઈલની ઝડપે તેણે મુસાફરી કરી.
આ સમય દરમિઆન ઈગ્લાંડની પ્રજાએ પણ હવામાં ઉડવાના ઘણું પ્રયત્નો કર્યા હતા, પણ તેમાં તેમને નિષ્ફળતા મળી હતી અને ઘણું નુકસાન પણ વેઠવું પડયું હતું.
અમેરિકાના વિલ્બર રાઈટ અને ઓરવીલ રાઈટ નામના સાઈકલનું સમારકામ કરતા ભાઈઓએ પક્ષીની રચના ધ્યાનમાં લઈ ઈ. સ. ૧૯૦૩ માં એક “એરોપ્લેન’ બનાવ્યું. તેમણે વિમાનનું સમતોલપણું જાળવી રાખવા માટે પાંખો બનાવી અને આગળ ગતિ કરવા માટે “પ્રોપેલર” ગોઠવ્યું. પક્ષી જેમ પોતાની પાંખોથી હવા કાપી આગળ વધે છે. તેમ એરોપ્લેન, યાંત્રિક ગતિથી ફરતા “પ્રોપેલરીના. બળ વડે હવા કાપી એરપ્લેન આગળ ધસે છે. એજનની મદદથી ફરતું “પ્રાપેલર’ બંધ થતાં વિમાન નીચે ઉતરે છે. આ વિમાનની મુસાફરી સહીસલામત છે, અને ધારેલે સ્થળે જઈ શકાય છે.
આ વિમાનમાં કેઈપણ વાયુ ભરવામાં આવતા નથી. જેમ પક્ષી પિતાની પાંખે વડે હવા કાપી આગળ વધે છે, તેમ આ વિમાન એજીનથી ચાલતાં “પ્રોપેલરીના બળ વડે હવા કાપી ઉડે છે અને આગળ ધસે છે. સૌથી પ્રથમ આની ઝડપ કલાકના ૩૦ માઈલની હતી. આજે ૩૦ વર્ષ પછી ૪૩૭ માઈલ જેટલી થઈ છે. અને ભવિષ્યમાં ચોક્કસ આશા બંધાઈ છે કે એક કલાકની એક હજાર માઈલની ઝડપે પૃથ્વી ઉપર ધારેલે સ્થળે તેની મારફતે જઈ શકાશે.
આપણે ઘણી વખત “એરોપ્લેનને આકાશમાં આપણા માથા ઉપર થઈ પસાર થતાં જોઈએ છીએ. દરેક દેશમાં અગત્યની ને ઝડપી મુસાફરી કરવા માટે તેમજ ટપાલ મોકલવાના સાધન તરીકે હવે તેને જ ઉપયોગ થાય છે. આ પ્રમાણે એરપ્લેનેની ઉપગિતા ઘણું વધી ગઈ છે. મુસાફરી ત્વરિત અને સરળ બની છે. નવા અજાણ્યા ભૂપ્રદેશોની શોધે પણ તેની મદદથી સહેલી બની ગઈ છે. પરંતુ સાથે સાથે બીજી પ્રજાઓને રંજાડવા માટે પણ તેનો ઉપયોગ શરૂ થયો છે. ઝેરી ગેસ અને બોમ્બ ફેંકી, સામાન્ય પ્રજાની પાયભાલી કરવામાં તેને ઉપયોગ થાય છે. આવી ચમત્કારી શેધોને ઉપગ અધમ સ્વાર્થવૃત્તિને પિષવા, બીજી પ્રજા ઉપરનું આધિપત્ય જાળવવા અગર મેળવવા થાય છે એ ઘણું જ દુઃખદાયક છે. વિજ્ઞાનની નવી શોધો જ્યારે વંઠી જશે ત્યારે પૃથ્વીને પ્રલય થશે.
COMMENTS