Makar Sankranti Essay In Gujarati Language : Today, we are providing મકરસંક્રાંતિ નિબંધ / ઉત્તરાયણ ગુજરાતી નિબંધ For class 5, 6, 7, 8, 9...
Makar Sankranti Essay In Gujarati Language : Today, we are providing મકરસંક્રાંતિ નિબંધ / ઉત્તરાયણ ગુજરાતી નિબંધ For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Uttarayan / Makar Sankranti Essay in Gujarati Language to complete their homework.
મકરસંક્રાંતિ નિબંધ / ઉત્તરાયણ ગુજરાતી નિબંધ - Makar Sankranti Essay In Gujarati Language
બાળકોને અતિ પ્રિય તહેવાર ઉત્તરાયણ છે. સઘળા તહેવારો તો હિન્દુ તિથિ અનુસાર ઊજવાતા હોય છે. ઉત્તરાયણ તો જાન્યુઆરી માસની ચૌદમી તારીખે ઊજવાય છે. આ દિવસનું મહત્ત્વ ભૂગોળ અનુસાર છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ છે, તેથી તેને "મકરસંક્રાંતિ" કહે છે.
એક ધાર્મિક તહેવાર તરીકે આ દિવસે લોકો પુણ્યદાન કરે છે. ઘણા બાજરી કે ઘઉંની ઘુઘરી બાફી ગાયોને ખવડાવે છે. ઘણા ગાયોને ઘાસપૂળા ખવડાવે છે. ગરીબોને દાન અને બ્રાહ્મણોનો દક્ષિણા આપવામાં આવે છે. કેટલાક તલસાંકળી કે તલના લાડ, બોર કે જામફળ વહેંચે છે.
ઉત્તરાયણનો ખરો મહિમા તો પતંગ વિશે છે. પતંગના પર્વ તરીકે આ તહેવાર બાળકથી માંડીને વૃદ્ધો, સ્ત્રીઓ તથા પુરુષો ઊજવે છે.
કોઈ શરાના દેશ પર ચઢાઈ કરવા લશ્કર તૈયાર કરવામાં આવે એવી તૈયારીઓ ઉત્તરાયણને ઊજવવા માટે કરવામાં આવે છે.
સીનકોના હાથમાં શસ્ત્રો તેમ પતંગ રસિયાઓના હાથમાં દોરી. દોરીને રંગ અને કાચ પાવામાં આવે છે. આવી દોરીઓની ફિરકીઓ તૈયાર કરવામાં આવે છે.
પતંગો તો ભાત ભાતના અને જાત-જાતના હોય છે. માનવી જુદી જદી ફેશનો કરે તેમ પતંગોના રંગ અને તેમના પર આંકેલી ભાત પણ જુદા જુઇ. હોય છે. કોઇ પતંગ માત્ર . જ રંગના હોય છે. કોઈ પતંગ પર ચટપટા હોય છએ. કોઈ કોઈ પતંભ પ. વાંદરણાની ભાત શોભતી હોય છે. કાબરચીતરા પતંગો પણ ખરા. Read also : Independence Day Essay in Gujarati
ઉત્તરાયણના દિવસ અગાઉ રાત્રીએ જાગીને પતંગોને કિન્ના બાંધી દેવામાં આવે છે. ફાટેલા પતંગોને સાંધવાના સરંજામ તૈયાર રાખવામાં આવે છે.
ઉત્તરાયણના દિવસે પરોઢ પ્રગટ્યું નથી કે ધાબાઓ અને અગાશીઓ ધમધમી નથી.
પતંગોના પેચ એટલે પતંગોનું યુદ્ધ. યુદ્ધમાં જેમ બૃહ તેમ પેચના પણ ભૂહ. કોઈ દોરી છોડીને પેચ લડાવે તો કોઈ દોરીને ખેંચીને પેચ લડાવે. પતંગના જંગનો રંગ ઓર હોય છે, તેનો ઉમંગ ઓર હોય છે !
એવા કેટલાક લોકો હોય છે જેઓ કપાયેલા પતંગોને લૂંટવાનો આનંદ માણતા હોય છે. તેઓ પતંગ પકડવા ઝંડા બનાવી તેમનો ઉપયોગ કરે છે. Read also : છવ્વીસમી જાન્યુઆરી ગુજરાતી નિબંધ
વાતાવરણ તો ધમધમે. “એ કાપ્યો....' જેવી બૂમો ચારેય દિશાઓમાં ગાજે.
રાત્રીએ પણ પતંગનો આગવો આનંદ. ઊડતા પતંગની દોરી સાથે નાનકડા કાગળના ફાનસની વચ્ચે સળગતી મીણબત્તી મૂકીને તુક્કલ બનાવવામાં આવે. આવી તુક્કલો ઊડતા આગિયા જેવી લાગે.
ઉત્તરાયણ પછીના બીજા દિવસને વાસી ઉત્તરાયણ તરીકે ઊજવવામાં આવે છે.
ઉત્તરાયણ એટલે આનંદનો ઉત્સવ !
COMMENTS